Devbhumi Dwarka: વીજપોલ ઉભા કરીને પૂરતું વળતર ન મળ્યું હોવાના કારણે ખેડૂતોનો વિરોધ યથાવત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની આજુબાજુના ગામમાં JKTL કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ નાખીને પૂરતું વળતર ના આપ્યું હોય ખેડૂતો વિરોધ (Farmers protest) નોંધાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 10:11 AM

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળીયામાં ખેડૂતોની જમીનમાં વિજપોલ ઉભા કરવાને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના ચોથા દિવસે ખંભાળીયા કલેકટર કચેરી ખાતે ડીમ લાઈટ બલ્બ કરી સરકારની નીતિનો વિરોધ કરી પૂરતું વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાની આજુબાજુના ગામમાં JKTL કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ નાખીને પૂરતું વળતર ના આપ્યું હોય ખેડૂતો વિરોધ (Farmers protest) નોંધાવી રહ્યા છે. ખંભાળીયા તાલુકાના તરગળી ગામે આસપાસના 8 જેટલા ગામોના ખેડૂતોએ તાજેતરમાં વિરોધ કર્યો હતો. બાદમાં વડાલીયા સિંહણ ગામે પણ ખેડૂતોએ ખેતરોમાં વીજ કંપની દ્વારા વિજપોલ ઉભા કરવામાં આવેલ ખાડામાં બેસી વિરોધ કર્યો હતો. જ્યારે શનિવારે ખેડૂતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું. ખેડૂતો દ્વારા હાથમાં ડીમ લાઈટનો બલ્બ કરીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. આ આંદોલનમાં સ્થાનિક ખેડૂતો સહિત ખેડૂતના નેતાઓ પણ સાથે રહ્યા હતા. પાલ અંબાલિયા, સાગર રબારી તેમજ રાજુભાઈ કરપડા સહિતના આગેવાનોએ પણ ખેડૂતોને સાથ આપી લડતમાં જોડાયા હતા.

આ પણ વાંચો: Bhavnagar: DyCM નીતિન પટેલે 15 વર્ષ પહેલાની જર્જરિત સિવિલ હોસ્પિટલ જોઈને થયા વ્યથિત, નવું બિલ્ડીંગ બનાવવા માટે વિચારણા

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">