ગુજરાતમાં લોકમેળા નહી યોજવા મુખ્ય પ્રધાને આપ્યો સંકેત, કોરોના હજુ ગયો નથી સાવચેતી જરૂરી

રાજ્યમાં જન્માષ્ટમીમાં યોજાતા લોકમેળાને લઈને મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે કે, કોરોના હજુ ગયો નથી. તેના કારણે સાવચેતીના ભાગરૂપે આ વર્ષે કદાચ લોકમેળા ન પણ યોજાય.

  • Updated On - 3:31 pm, Wed, 21 July 21 Edited By: Mamta Gadhvi

રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે, મેળા સંચાલકો (Fair Organizer)ને અને લોકોને આશા છે કે, આ વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાતા લોકમેળાના આયોજન માટે રાજ્ય સરકાર પરવનાગી આપશે. પરંતુ આ સ્થિતિમાં, મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સંકેત આપ્યો છે કે, હજુ કોરોના ગયો નથી. લોકોની ભીડ એકઠી ના થાય તે જોવુ પડશે. સંભવ છે કે, રાજ્યમાં યોજાતા લોકોમેળા ના પણ યોજાય.

CMએ જણાવ્યું કે “રાજ્યમાં કોરોનાને (Corona) નકારી શકાય નહી અને તેવા સમયે ભીડ એકઠી ન થાય તે જરૂરી છે.” ઉપરાંત જણાવ્યું કે, કોરોનાને કારણે આ વખતે કદાચ મેળાનું આયોજન ન પણ થઈ શકે.

મહત્વનું છે કે,કોરોનાને કારણે સતત બીજી વાર લોકમેળા બંધ રહે તેવી સંભાવના છે  મુખ્યપ્રધાનને (Chief Minister)જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે તેની વચ્ચે લોકોની ભીડ એકઠી ન થાય તે જરુરી છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારો (Janmashtami Fair)દરમિયાન મોટાભાગના શહેરમાં લોકમેળા યોજાતા હોય છે અને લોકોની જનમેદની ઉમટતી જોવા મળે છે ત્યારે આ વખતે કોરોનાને કારણે લોકમેળા નહિ યોજાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે

આ પણ વાંચો: Surat City News: ખાડીપૂરનાં પાણી ઉતર્યા પછી હવે સુરતના લોકોને સતાવી રહ્યો છે રોગચાળાનો ભય

આ પણ વાંચો: VADODARA : કોરોડોનો ખર્ચ, છતાં સુરસાગર તળાવની અવદશા પાછળ કોણ જવાબદાર ?