વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં મરેલી જીવાત, પરિવારે ફરિયાદ કરી તો કર્યું આવુ વર્તન
વડોદરામાં દર્દીને અપાયેલા ભોજનમાંથી કીડો નીકળતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના કોઈ સામાન્ય નહીં પણ સારવારની ઉંચી ફી વસૂલતી સ્ટર્લીંગ હોસ્પિટલમાં બની છે. જ્યાં સારવાર લઈ રહેલી એક મહિલાના ભોજનમાંથી કીડો નીકળ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે- ભોજનમાં કેટલી બેદરકારી દાખવવામાં આવી છે. મહિલા દર્દીનો આક્ષેપ છે કે- તેમના પુત્ર સાથે હોસ્પિટલ મેનેજમેન્ટે અયોગ્ય વર્તૂણક […]
વડોદરામાં દર્દીને અપાયેલા ભોજનમાંથી કીડો નીકળતાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના કોઈ સામાન્ય નહીં પણ સારવારની ઉંચી ફી વસૂલતી સ્ટર્લીંગ હોસ્પિટલમાં બની છે. જ્યાં સારવાર લઈ રહેલી એક મહિલાના ભોજનમાંથી કીડો નીકળ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે- ભોજનમાં કેટલી બેદરકારી દાખવવામાં આવી છે. મહિલા દર્દીનો આક્ષેપ છે કે- તેમના પુત્ર સાથે હોસ્પિટલ મેનેજમેન્ટે અયોગ્ય વર્તૂણક કરી છે.
આ પણ વાંચોઃ VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જોકે ઉગ્ર રજૂઆત બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે સ્ટર્લીંગ હોસ્પિટલ દર્દીઓની સારી સારવાર માટે જાણીતી હોસ્પિટલ છે. જેની ફી સામાન્ય હોસ્પિટલ કરતાં ઘણી ઉંચી હોય છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે હોસ્પિટલમાંથી ભોજન અપાય છે. ઘરેથી ભોજન લાવવા પર પ્રતિબંધ છે. પણ દર્દીનો આક્ષેપ છે કે વડોદરાની આ સ્ટર્લીંગ હોસ્પિટલમાં તો દર્દીઓના આરોગ્ય સાથે રીતસરના ચેડાં થઈ રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દર્દીઓ જ સવાલ ઉઠાવી રહ્યા છે કે- દર્દીઓને કીડાવાળું ભોજન શા માટે અપાય છે ? સ્ટર્લીંગ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે કેમ ચેડાં થઈ રહ્યા છે ? હોસ્પિટલ મેનેજમેન્ટને દર્દીઓની ચિંતા કેમ નથી ? ઉંચી ફી આપવા છતાં કેમ કીડાવાળું ભોજન ?