Dang: જીલ્લામાં મેધ મહેરથી અંબિકા, પુર્ણા, ખાપરી નદી બે કાંઠે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રની અપીલ

વઘઇ તાલુકાના સુપદહાડ, સૂર્યાબરડા, કુમારબંધ ત્રણ ગોમમાં આવેલ અંબિકા નદી ઉપરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયાના અહેવાલો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 11:23 AM

Dang: ઘણી રાહ જોવડાવ્યા બાદ રાજ્યભરમાં ચોમાસુ ધીમે ધીમે જામતું જાય છે. ત્યારે ડાંગ જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેવા મંડી છે.

જીલાની અંબિકા (River Ambika), પૂર્ણા (River Purna), ખાપરી (River Khapri) નદીઓમાં વરસાદી નવા નીર આવ્યા છે અને આ નદીઓ બે કાંઠે વહેવા મંડી છે. વઘઇ તાલુકાના સુપદહાડ, સૂર્યાબરડા, કુમારબંધ ત્રણ ગોમમાં આવેલ અંબિકા નદી ઉપરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયાના અહેવાલો સામે આવ્યા છે.

ગામના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહારને અસર થઈ છે. જેને લઈને વહીવટી તંત્ર એ જનતાને અવર જવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

 

આ પણ વાંચો:  DEVBHUMI DWARAKA : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે દ્વારકા જગતમંદિર પર ધ્વજારોહણ કરાશે

આ પણ વાંચો: Vadodara: બિલ્ડર સાથે ઠગાઇ કેસમાં દિલ્હીના 4 ભેજાબાજ પોલીસના સકંજામાં, 29 મી સુધીના રિમાન્ડ મંજૂર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">