ડાંગથી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધની શરૂઆત, જલદ આંદોલનની આગેવાનોની ચીમકી

વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગથી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધની શરૂઆત, જલદ આંદોલનની આગેવાનોની ચીમકી
Dang to Tapi Par Narmada River Link project protests begin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 11:06 PM

પાર-તાપી નર્મદા રિવર લિંકીંગ પ્રોજેક્ટમાં (Narmada River Linking Project)સાત જેટલા ડેમો બનવા જઇ રહ્યા છે. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના (DANG) વઘઇ તાલુકામાં બનવા જઇ રહ્યા છે. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથે આદિવાસી સંગઠન સમિતિ (Tribal Organization Committee)સાથે આગળ આવ્યા છે. જેના ભાગરૂપે વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે. જેમાં ત્રણ મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન માટે જામલાપાડા ખાતે મળેલી શરૂઆતની પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આદિવાસી સમાજને આશ્વાસન આપતા જણાવ્યું હતુ કે 2005માં કોંગ્રેસની મનમોહનસિંહ સરકારમાં પાર તાપી રીવર લિંકીંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

પણ આદિવાસી સમાજની જળ જંગલ અને જમીન અને આદિવાસી અસ્મિતા જળવાઇ રહે તે હેતુથી કોંગ્રેસ સરકાર દ્વારા આ રિવર લિંકીંગ પ્રોજેક્ટ પડતો મુક્યો હતો. પણ ૨૦૨૨ ના બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામને પાર તાપી રીવર લિંકીંગ પ્રોજેક્ટ માટે ૧૦,૭૦૦ કરોડનું બજેટ જાહેર કરી રીવર લિકીંગ પ્રોજેક્ટને મંજુરીની મ્હોર મારી દીધી છે. પણ અમે આદિવાસી અસ્મિતા અને તેમના હકો પર તરાપ મારવા દેશું નહીં.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જો ડાંગમાં જયારે પણ મહાકાય ડેમનો પાયો નાખતા પહેલા આદિવાસી ધારાસભ્ય આગળ આવશે. આપણી આદિવાસીઓની ધરોહર સંસ્કૃતિ અને પ્રકૃતિ જળ જંગલ અને જમીન બનાવવા માટે ચાલો એક થઇએ સંગઠિત થઇએ આવનાર ૨૦૨૨ ના વિધાનસભાની ચૂંટણીમાં જવાબ આપીશું. તો જ આ મહાકાય ડેમોને બનતા અટકાવી શકીશું. જયારે આદિવાસી સમાજના નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજની વેદનાને લઇ ફરી એક વાર તીર કામઠા ઉઠાવા આદિવાસી સમાજને હાકલ કરી હતી. અને જોર જુલમ કી ટક્કર મે સંઘર્ષ થી હમરા નારાની સાથે ડાંગના દરેક ગામો ડેમ હટાવો ડાંગ બચાવોનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવશે.

સરકાર દ્વારા મહાકાય ડેમ બનાવાનું આયોજન જો રદ કરી પાછું ખેંચવા ન આવશે તો આત્મ વિલોપનની સાથે જલદ આંદોલન છેડવામાં આવશે. આ ડાંગ બચાવો ડેમ હટાવો આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા જામલાપાડા ખાતે મળેલી બેઠકમાં સુખરામ રાઠવા- વિરોધ પક્ષ નેતા, આદિવાસી નેતા,પ્રભુટોકીયા માજી મંત્રી તુષાર ચૌધરી, માજી સાંસદ- કિશન પટેલ, ધારાસભ્ય અનંત પટેલ, ધારાસભ્ય પુનાજી ભાઇ, ધારાસભ્ય આનંદ ચૌધરી, આદિવાસી નેતા – ચિરાગ પટેલ, રાકેશ પવાર, તુષાર કામળી, કોગ્રેસ આગેવાન મુકેશ પટેલ, ગૌતમ પટેલ સૂર્યકાંત ગાવિત સહિત મોટી સંખ્યા આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : જામનગરઃ મનપા ટેન્ડરથી થતા કામમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપ

આ પણ વાંચો : 12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">