ડાંગ જિલ્લાના ખેડૂતો માટે અગત્યના સમાચાર પર કરો એક નજર
ડાંગ : ગુજરાત રાજ્યના છેવાડે આવેલા વનવિસ્તાર ડાંગમાં પણ કમોસમી વરસાદે ખેતીને ભારે નુકસાન પહોચાડ્યું છે. આ નુકસાન અંગે સરકારે સર્વેના આદેશ કાર્ય છે જે અંગે તંત્ર કામગીરીમાં જોતરાયું છે,ખેડૂતો સંબંધિત અન્ય એક સમાચારમાં વઘઈ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

ડાંગ : ગુજરાત રાજ્યના છેવાડે આવેલા વનવિસ્તાર ડાંગમાં પણ કમોસમી વરસાદે ખેતીને ભારે નુકસાન પહોચાડ્યું છે. આ નુકસાન અંગે સરકારે સર્વેના આદેશ કાર્ય છે જે અંગે તંત્ર કામગીરીમાં જોતરાયું છે,ખેડૂતો સંબંધિત અન્ય એક સમાચારમાં વઘઈ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
વઘઈ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી
વઘઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી નાયબ નિયામક અને મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર ના અધ્યક્ષ સ્થાને વઘઇ માર્કેટયાર્ડના હોલ માં યોજાઈ હતી. જેમાં એપીએમસી ના ચેરમેનપદે સુરેન્દ્રભાઇ ભોયે અને વાઈસ ચેરમેન પદે શુકકરભાઈ ગાવિતની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વધુમાં નવ નિયુક્ત ચેરમેન સુરેન્દ્રભાઇ ભોયેએ જણાવ્યું હતું કે વઘઈ તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતી એપીએમસી ને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ સાથોસાથ ખેડૂતોને ઉત્પાદન ખરીફ પાકો ના ટેકા ના ભાવો મળે અને વેપારીઓ આર્થિક રીતે મજબૂત બને એ ભાવના સાથે પારદર્શક વહીવટનો ઉત્તમ નમૂનો અમે સાથે મળી પુરો પાડશું અને સૌ સાથે મળી પારદર્શક વહીવટ ને સાર્થક કરીશું આ તબ્બકે ડાંગ ભાજપ ના પ્રભારી રાજેશભાઈ દેસાઇ, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી દિનેશભાઇ ભોયે, હરિરામ સાવંત, રાજુભાઈ ગામીત, આહવા તાલુકા પંચાયત ના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા મંડળ પ્રમુખ પંકજભાઈ પટેલ, સંગઠન ઉપ પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ ઉપસ્થિત સભાસદો કાર્યકરોએ નવ નિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી
ડાંગ જિલ્લામા કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરાશે
ડાંગ જિલ્લામા ગત ૨૫-૨૬ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકોને નુકસાનીનો સર્વે કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જિલ્લાના ખેતીવાડી વિભાગ સહિતના તંત્રને સૂચના આપી છે.

હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ કમોસમી વરસાદ નોધાયો હતો. કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાની અંગે ખેડુતોને આપદામા સહાય ચૂકવણી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં પણ પાક નુકસાની અંગે સર્વે કરી ત્વરિત ધોરણે વિગતો મેળવી, અને તેની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખેતીવાડી વિભાગને સૂચન કર્યું હતું.