Dang : સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો

|

Jun 20, 2022 | 8:46 AM

આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનુ જીવન ધોરણ આર્થિક અને શૈક્ષણિક રીતે ઊંચું આવે તે માટે આ સંસ્થાઓ પ્રયાસ સરાહનીય છે. મંત્રીએ ડાંગ જિલ્લાના પ્રખ્યાત ડાંગી નૃત્યને હિન્દૂ સંસ્કૃતિનુ પ્રતિક પણ ગણાવ્યુ હતુ.

Dang : સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો
Education Minister Jitubhai Vaghani inaugurated the Science Center and Central Library.

Follow us on

ડાંગ(Dang) જિલ્લા સ્થિત રાજ્યના ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે આવેલા સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી(Jitu Vaghani)એ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનુ લોકાર્પણ કર્યુ હતુ. ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ – પોરબંદર સંચાલિત સાંદીપનિ વિદ્યા સંકુલ-સાપુતારા ખાતે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામા અદ્યતન ટેકનોલોજી ધરાવનાર અને સુવિધાથી સજ્જ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાયબ્રેરીના ઉદ્ધાટન પ્રસંગે શિક્ષણ મંત્રી સાથે રમેશભાઈ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતુ કે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમા શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિની જાગૃતિ લાવવાનુ કામ વિદ્યા સંકુલ દ્વારા કરવામા આવી રહ્યું છે જે પ્રસંશનીય બાબત છે. આ પ્રકારની  સંસ્થાઓ સરકારનુ કામ હળવુ કરી રહ્યા છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનુ જીવન ધોરણ આર્થિક અને શૈક્ષણિક રીતે ઊંચું આવે તે માટે આ સંસ્થાઓ પ્રયાસ સરાહનીય છે. મંત્રીએ ડાંગ જિલ્લાના પ્રખ્યાત ડાંગી નૃત્યને હિન્દૂ સંસ્કૃતિનુ પ્રતિક પણ ગણાવ્યુ હતુ.

મંત્રીએ સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારાના ટ્રસ્ટીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને તમામ પ્રયાસની સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ગુજરાત સરકારની વિજ્ઞાન અને ઔધોગિક ક્ષેત્રની સિદ્ધિઓને વર્ણવતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ હતુ કે દુબઈ કરતા પણ સારી સુવિધાઓ ધરાવનાર સાયન્સ સીટી અમદાવાદ ખાતે તૈયાર કરવામા આવ્યું છે. આ સાયન્સ સીટી એશિયન હબ બની છે જ્યા વિદ્યાર્થીઓએ અચૂક મુલાકાત કરવી જોઈએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સાંદીપનિ વિદ્યા સંકુલ ખાતે સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીના છાત્રાપર્ણ કાર્યક્રમ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીતે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સાપુતારા સાંદીપનિ વિદ્યા સંકુલ જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવનાર શાળાઓ ડાંગના દરેક વિસ્તારમા બની છે તે સારી બાબત છે. ધારાસભ્ય વિજયભાઈ પટેલે આ પ્રસંગે અદ્યતન ટેકનોલોજીથી તૈયાર થયેલ સાયન્સ સેન્ટર માટે સંસ્થા અને ટ્રસ્ટીઓને અભિનંદનનિ આપી તેમનો સ્થાનિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ કાર્યક્રમમા જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારા, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, સાપુતારા હોટેલ એસોસિએશનના સેક્રેટરી  તુકારામ કરડીલે સાથે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 8:46 am, Mon, 20 June 22

Next Article