Dahod Rain : દેવગઢ બારિયામાં વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા લાગી આગ, જુઓ Video
વીજ ટ્રાન્સફોર્મરમાં વીજળી (Electricity) પડવાથી દેવગઢ બારિયામાં (Devgarh Baria) ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઘણા કલાકો લોકોએ અંધારપટમાં જ રહેવુ પડ્યુ હતુ.
રવિવારે સમી સાંજે અચાનક દાહોદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જે પછી અડધુ ગુજરાત (Gujarat) પાણીથી તરબતર થઇ ગયુ હતુ. ભારે પવન સાથે વરસાદ (Rain) પડવાના કારણે ગુજરાતમાં ઘણા સ્થળોએ નુકસાન પહોંચ્યુ છે. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી (tree collapsed) થવાની ઘટના બની છે. તો ઘણા સ્થળે લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા છે. આ જ રીતે દાહોદ (Dahod) જિલ્લામાં પણ વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદને કારણે એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી.
A transformer caught fire in Devgadh Bariya after lightning, #Dahod #Monsoon2022 #TV9News pic.twitter.com/YX7lpt6qIX
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2022
વરસાદે સર્જી તારાજી
દાહોદ જિલ્લામાં ગઇકાલે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં MGVCLની વીજ લાઈનના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. વીજળી પડતા જ વીજ લાઈનના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સાથે જ નજીકમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આગ લાગવાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
દેવગઢ બારિયામાં વીજ પુરવઠો ખોરવાયો
વીજ ટ્રાન્સફોર્મરમાં વીજળી પડવાથી દેવગઢ બારિયામાં ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઘણા કલાકો લોકોએ અંધારપટમાં જ રહેવુ પડ્યુ હતુ. તો વીજ પુરવઠો ખોરવાતા વીજ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી શરુ કરી હતી. વીજ કર્મીઓએ ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કર્યો હતો.