Gujarat Rains LIVE Updates: રાજ્યમાં મેઘમહેર યથાવત, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, આહવા, વઘઇ, સાપુતારામાં વરસ્યો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 10:37 PM

ગુજરાતમાં (Gujarat) આજે બદલાયેલ વાતાવરણ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. જેમાં રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Gujarat Rains LIVE Updates: રાજ્યમાં મેઘમહેર યથાવત, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, આહવા, વઘઇ, સાપુતારામાં વરસ્યો વરસાદ
Gujarat Monsoon 2022

ગુજરાતમાં (Gujarat) આજે બદલાયેલ વાતાવરણ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)પડ્યો છે. જેમાં રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તેમજ 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાપીના સોનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દાહોદના ફતેપુરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jun 2022 09:49 PM (IST)

    ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, આહવા, વઘઇ, સાપુતારામાં વરસ્યો વરસાદ

    ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ

  • 27 Jun 2022 06:10 PM (IST)

    Gujarat Rains LIVE Updates: યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ, ભાવિકો બેટ દ્વારકા દર્શને નહીં જઇ શકે

    Gujarat Rains LIVE Updates: ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ઓખા બંદર પર 3 નંબરના સિગ્નલ લગાવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ બંધ થતાં ભાવિકો બેટ દ્વારકા દર્શને નહીં જઇ શકે.

  • 27 Jun 2022 05:14 PM (IST)

    Gujarat Rains LIVE Updates: તાપી જિલ્લામાં બપોર બાદ વ્યારામાં વાતાવરણમાં પલટો, કાળા વાદળો વચ્ચે વરસાદ

    Gujarat Rains LIVE Updates: તાપી જિલ્લામાં બપોર બાદ વ્યારામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા વાદળો છવાઈ ગયાં હતાં ત્યાર બાદ વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લાના વ્યારા, પાનવાડી, તાડકુંવા, મદાવ, કપુરા જેવા ગામોમાં વરસાદ નોંધાયો છે.

  • 27 Jun 2022 03:23 PM (IST)

    Gujarat Rains LIVE Updates: અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર-3 નંબરનું સિગ્નલ લગાવ્યું

    Gujarat Rains LIVE Updates: ભારે વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવનાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જાફરાબાદ બંદર પર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

  • 27 Jun 2022 02:18 PM (IST)

    Gujarat Rains LIVE Updates: વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી

    Gujarat Rains LIVE Updates: વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સાર્વત્રિક મેઘમહેર રહેશે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગામી 28 જૂનથી 1 જુલાઈએ વરસાદનું જોર વધશે. આ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ શક્રિય થવાથી ફિશરમેન વોર્નિંગ પણ જાહેર કરાઈ છે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો છે. હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

  • 27 Jun 2022 02:18 PM (IST)

    Gujarat Rains LIVE Updates: જૂનાગઢઃ ગિરનાર રોપ-વે આજે ફરી બંધ કરાયો, યાત્રિકો નિરાશ થઈને પરત ફર્યા

    Gujarat Rains LIVE Updates: ગિરનેર રોપ-વે ફરી બેધ કરી દેવામાં આવ્યો છે. ખરાબ હવામાનને કારણે રોપ-વે બંધ કરાયો છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે ફરી ભારે પવન શરૂ થતાં ગિરનાર રોપ વે બંધ કરાયો છે જેના કારણે યાત્રિકો નિરાશ થઈને પરત ફર્યા છે. હવામાન નોર્મલ થયા બાદ રોપ-વે ફરી શરૂ કરાશે.

  • 27 Jun 2022 01:13 PM (IST)

    Gujarat Rains LIVE Updates: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં ૧૦૫ જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયાં

    Gujarat Rains LIVE Updates: અમદાવાદમાં પ્રથમ વરસાદમાં ૧૦૫ જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તૂટી પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બગીચા ખાતા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. જોકે ભયજનક મકાન કે હોર્ડિંગ પડવાની એક પણ ફરિયાદ કંટ્રોલ રૂમમાં આવી નથી. આ જાણકારી ડે. સિટી એન્જિનિયર મિનેશ શાહે આપી હતી.

  • 27 Jun 2022 12:34 PM (IST)

    Gujarat Rains LIVE Updates: કપડવંજના નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું થયું મોત થયું

    Gujarat Rains LIVE Updates: કપડવંજના નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું થયું મોત થયું હતું. પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થયો હતો. જવાનસિંહ પરમાર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વહીવટીતંત્રમાંથી એક ટીમ ગામ ની સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. મૃતક જવાનસિંહ પરમારના મૃતદેહને પીએમ અર્થે કપડવંજ ખસેડવામાં આવ્યો હતો.

  • 27 Jun 2022 12:28 PM (IST)

    Gujarat Rains LIVE Updates: ભારે પવનથી અમદાવાદમાં મોટું નુકસાન, કંટ્રોલ રૂમના કુલ 131થી વધુ કોલ આવ્યા

    Gujarat Rains LIVE Updates: ભારે પવનથી અમદાવાદમાં મોટું નુકસાન સામે આવ્યું છે. શહેરમાં વિવિધ જગ્યાઓ પર 131 થી વધુ વૃક્ષો ધરાશાઈ થયા છે. AMC ગાર્ડન વિભાગ દ્વારા રોડ પર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ગઈકાલથી મોન્સુન કંટ્રોલ રૂમમાં કોલ આવી રહ્યા છે. રોડ સેટલમેન્ટની બોડકદેવ ખાતેની 1 ફરિયાદ મળી છે. બગીચા ખાતું, ફાયર બ્રિગેડ અને amc કંટ્રોલ રૂમના કુલ 131થી વધુ કોલ આવ્યા છે.

  • 27 Jun 2022 12:21 PM (IST)

    Gujarat Rains LIVE Updates: સામાન્ય વરસાદમાં વૃક્ષો પડતાં અને ભૂવા પડતાં અમદાવાદના વનાહનચાલકોને ભારે મુશ્કેલી પડી

    Gujarat Rains LIVE Updates: અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અનેક વૃક્ષો ધરાશાયી થયા. તો કેટલાક વિસ્તારોમાં ભૂવા પણ પડ્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સ્થાનિકોએ રોષ પણ વ્યક્ત કર્યો કે, ચોમાસા પહેલાં જો વૃક્ષોની યોગ્ય માવજત થઈ હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત.

  • 27 Jun 2022 11:41 AM (IST)

    Gujarat Rains LIVE Updates: રાજકોટના પડધરી અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી, કેમેરામાં કેદ થઈ ગઈ

    Gujarat Rains LIVE Updates: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક જિલ્લામાં વીજળી પણ પડી. રાજકોટના પડધરી અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળી પડી હતી જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો પંચમહાલના ગોધરામાં ઝાડ પર વીજળી પડી હતી જેના કારણે ઝાડમાં આગ લાગી ગઈ હતી. તો આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત સર્જાયું હતું જે દ્રશ્યોને પણ સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા.

  • 27 Jun 2022 11:25 AM (IST)

    Gujarat Rains LIVE Updates: ખેડા જિલ્લામાં અતિભારે પવનને કારણે કપડવંજ પંથકમાં નુકશાન

    Gujarat Rains LIVE Updates: ગઈકાલે મોડી રાત્રે ખેડા જિલ્લામાં અતિભારે પવનને કારણે કપડવંજ પંથકમાં નુકશાન પહોંચ્યું છે. ભારે પવનને કારણે કપડવંજ તાલુકાના નિરમાલીના મુવાડા ગામે તથા તેના આજુબાજુના વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. નિરમાલીના મુવાડા, દુધાથલ લાટ, મુખીના મુવાડા,અલવાના મુવાડા અને સુલતાનપુરમાં ભારે પવનથી નુકશાન થયું છે. નાના નાના ઝૂંપડાઓના છાપરા પવનમાં ઉડી ગયાં હતાં. નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું થયું મોત થયું હતું. પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થયો હતો. જવાનસિંહ પરમાર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વહીવટીતંત્રમાંથી એક ટીમ ગામ ની સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. મૃતક જવાનસિંહ પરમારના મૃતદેહને પીએમ અર્થે કપડવંજ ખસેડવામાં આવ્યો હતો.

  • 27 Jun 2022 11:20 AM (IST)

    Gujarat Rains LIVE Updates: વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રીએ વાવાઝોડા સાથે વરસાદથી તારાજી સર્જાઈ

    Gujarat Rains LIVE Updates: વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રીએ વાવાઝોડા સાથે વરસાદથી તારાજી સર્જાઈ હતી. વિરમગામ તાલુકાના થોરી વડગાસ, નાનીકુમાદ, કાંકરાવાડી, વણી, વલાણા સહિત ગામોમાં નુકસાન પહોંચ્યું છે. થોરી વડગાસ ગામમાં 15થી વઘુ મકાનનાં પતરાં ,10 થી વઘુ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. અન્ય કાંકરાવાડી, વણી, નાનીકુમાદ ગામોમા પણ મકાનના પતરા, વૃક્ષ ધરાસાઇ થયાં છે. જોકે કોઇ જાનહાનિ થઈ નથી.

  • 27 Jun 2022 10:51 AM (IST)

    સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

    દક્ષિણ ગુજરાતમાં આજે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર અને જૂનાગઢમાં વીજળી સાથે આછું વાવાઝોડું અને સપાટી પરનો પવન 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફુંકાવાની શક્યતા છે.

  • 27 Jun 2022 10:46 AM (IST)

    દેવગઢ બારીયામાં વીજ લાઈનના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા આગ ફાટી નીકળી

    દાહોદના દેવગઢ બારીયામાં MGVCLની વીજ લાઈનના ટ્રાન્સફોર્મર પર પડી વીજળી પડતા આગ ફાટી નીકળી હતી.જેને કારણે આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો.

  • 27 Jun 2022 10:40 AM (IST)

    રાજ્યભરમાં વરસાદી મહેરથી લોકોને ગરમીથી રાહત મળી

    અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં ગઈકાલે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી.ભારે ઉકળાટ બાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

  • 27 Jun 2022 10:37 AM (IST)

    રાજકોટમાં પણ તોફાની પવન સાથે વરસાદ

    રાજકોટમાં પણ તોફાની પવન સાથે વરસાદ ખબાક્યો છે.ગઇકાલે રાજકોટમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે.ભારે વરસાદની આગાગહીને પગલે પડધરીના 10 અને ટંકારાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.તો આજી-2 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

  • 27 Jun 2022 09:24 AM (IST)

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

    દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.જ્યારે 29 અને 30 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.29 જૂને ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગર ભારે વરસાદ વરસી શકે છે.. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.

  • 27 Jun 2022 07:27 AM (IST)

    રાજકોટ, વડોદરા સહિત અમદાવાદમાં ધોધમાર વરસાદ

  • 27 Jun 2022 07:15 AM (IST)

    કલોલમાં ભારે ઉકળાટ બાદ મેઘાની તોફાની ઈનિંગ

    ગાંધીનગરના કલોલમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી.

  • 27 Jun 2022 07:09 AM (IST)

    છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને આસપાસના વિસ્તારમાં મેઘ મહેર

    છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને આસપાસના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી.તો નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 27 Jun 2022 06:55 AM (IST)

    આણંદ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ

  • 27 Jun 2022 06:49 AM (IST)

    બનાસકાંઠના દાંતામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

    બનાસકાંઠા જિલ્લાના દાંતામાં મેઘરાજા મન મુકીને વરસ્યા.જો કે ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.

  • 26 Jun 2022 10:55 PM (IST)

    રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ વરસાદ

  • 26 Jun 2022 10:52 PM (IST)

    ઘણા દિવસોથી રાહ જોયા બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદનો માહોલ

  • 26 Jun 2022 10:48 PM (IST)

    અમદાવાદના ઘી-કાંટામાં પણ વરસાદ ખાબકયો

  • 26 Jun 2022 10:47 PM (IST)

    અમદાવાદના શાહીબાગમાં વરસાદ

  • 26 Jun 2022 10:45 PM (IST)

    સુરેન્દ્રનગરઃ પાટડીના ગોરિયાવટ ગામ નજીક ચક્રવાત,વરસાદી વાતાવણ વચ્ચે સર્જાયું ચક્રવાત

  • 26 Jun 2022 10:43 PM (IST)

    અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાથી સેંકડો વૃક્ષ ઘરાશાયી

  • 26 Jun 2022 10:41 PM (IST)

    પવન સાથે વરસાદ શરૂ થતાંની સાથે રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ પડી ગયું

  • 26 Jun 2022 10:41 PM (IST)

    22 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ વરસાદ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

  • 26 Jun 2022 10:40 PM (IST)

    રાજ્યમાં મેઘમહેર યથાવત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

  • 26 Jun 2022 10:39 PM (IST)

    સાબરકાંઠાઃ જિલ્લામાં વાતાવરણમાં બદલાવ, ભારે ઉકળાટ બાદ તૂટી પડ્યો વરસાદ

  • 26 Jun 2022 10:14 PM (IST)

    અમદાવાદ: કાંકરીયામાં એસટી બસ પર વૃક્ષ પડતા મુસાફરો અટવાયા

  • 26 Jun 2022 10:12 PM (IST)

    રાજકોટઃ ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

  • 26 Jun 2022 10:10 PM (IST)

    જામનગરઃ જામજોધપુર બાદ લાલપુરમાં પણ વરસાદ, જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ

  • 26 Jun 2022 10:09 PM (IST)

    પોરબંદરઃ બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ, ધોધમાર વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા

  • 26 Jun 2022 10:06 PM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં મેઘાવી માહોલ રચાયો, કલ્યાણપુર અને રાવલમાં ભારે પવન ફૂંકાયો

  • 26 Jun 2022 10:05 PM (IST)

    સુરતઃ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘસવારી, મહુવા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

  • 26 Jun 2022 10:03 PM (IST)

    પંચમહાલઃ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ, હમીરપુર, લિલેસરા, પોપટપુરા, ધનોલમાં ધોધમાર વરસાદ

  • 26 Jun 2022 10:02 PM (IST)

    રાજ્યના 40 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, 40 તાલુકામાં 1થી પોણા ત્રણ ઇંચ વરસાદ

  • 26 Jun 2022 10:00 PM (IST)

    અમદાવાદમાં ધોધમાર વરસાદ

  • 26 Jun 2022 09:58 PM (IST)

    ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ

    ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ

    Posted by TV9 Gujarati on Sunday, June 26, 2022

  • 26 Jun 2022 09:56 PM (IST)

    અમદાવાદ: ભારે પવનના કારણે 50 જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા

  • 26 Jun 2022 09:44 PM (IST)

    અમદાવાદ: પવન સાથે વરસાદના કારણે શહેર વાશીઓ મુશ્કેલીઓમાં મુકાયા

    શહેરમાં ભારે પવનના કારણે 50 જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા

    અલગ અલગ 50 જગ્યાએ પવનના કારણે ઝાડ પડયા

    કેટલીક જગ્યાએ રસ્તા પર ઝાડ પડવાના કારણે રસ્તા થયા બ્લોક

    ફાયર ની ટિમ દ્વારા ઝાડ હટાવવા ની કામગીરી ચાલુ

  • 26 Jun 2022 09:43 PM (IST)

    વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાથી સેંકડો વૃક્ષ ઘરાશાયી

    વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ

    અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાથી સેંકડો વૃક્ષ ઘરાશાયી

    વસ્ત્રાપુર, જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષો પડવાથી અનેક માર્ગો બંધ

    માર્ગો ઉપર વાહનોની કતારો લાગી, વૃક્ષો પડવાથી અનેક વાહનને નુકશાન

    ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી, ફરી વરસાદ શરુ થતા ટ્રાફીકજામ સર્જાયો

  • 26 Jun 2022 09:41 PM (IST)

    રાજકોટ ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ

  • 26 Jun 2022 09:26 PM (IST)

    વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડવાથી સેંકડો વૃક્ષ ઘરાશાય

    વસ્ત્રાપુર, જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષો પડવાથી અનેક માર્ગો બંધ. માર્ગો ઉપર વાહનોની કતારો લાગી, વૃક્ષો પડવાથી અનેક વાહનને નુકશાન. ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી, ફરી વરસાદ શરુ થતા ટ્રાફીકજામ સર્જાયો.

  • 26 Jun 2022 09:10 PM (IST)

    ઘણા દિવસોથી રાહ જોયા બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદનો માહોલ જોવા મળ્યો.

Published On - Jun 26,2022 9:03 PM

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">