દાહોદની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે કુલ 1,55,664 નમૂનાનું પૃથ્થકરણ કરાયું

દાહોદની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે કુલ 1,55,664 નમૂનાનું પૃથ્થકરણ કરાયું
Land Testing Laboratory Dahod

દાહોદ (Dahod) ખાતે કાર્યરત જમીન ચકાસણી લેબમાં દાહોદ અને મહીસાગર, પંચમહાલ જિલ્લાની જમીનનું પૃથ્થકરણ કરવામાં આવે છે. 

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 11, 2022 | 6:12 PM

જમીન ચકાસણી (Land Testing) થકી ખેડૂતો ખેત ઉત્પાદનમાં ધરખમ વધારો કરી શકે છે. દાહોદની જમીન ચકાસણી પ્રયોગશાળા (Laboratory)  ખાતે કુલ 1,55,664 નમૂનાનું પૃથ્થકરણ કરાયું છે. દાહોદ (Dahod) ખાતે કાર્યરત જમીન ચકાસણી લેબમાં દાહોદ અને મહીસાગર, પંચમહાલ જિલ્લાની જમીનનું પૃથ્થકરણ કરવામાં આવે છે.  કોઈપણ ખેડૂત જમીન ચકાસણીનાં અહેવાલ પરથી પોતાની જમીનમાં પોષકતત્વોનું પ્રમાણ જાણી શકે છે. આ પૃથ્થકરમના આધારે કયાં જમીનમાં પોષકતત્વો આપવા પડશે તેમજ સુધારણા માટે કયાં પગલા લેવા પડશે તેની ભલામણ કરવામાં આવે છે. પૃથ્થકરણના આધારે કરાયેલી ભલામણને આધારે ખાતરનો ઉપયોગ કરવાથી મહત્તમ ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો થાય છે.

જે જમીનનો પીએચ આંક 7 ની આસપાસ હોય તેવી જમીન દરેક પાક માટે અનુકૂળ ગમવામાં છે. જયારે જે જમીનનો પીએચ આંક 5.5 થી નીચે અને 8.5 થી ઉપર હોય તે જમીનમાં પોષકતત્વોની અસમતુલા જોવા મળે છે. ગુજરાતમાં જમીનનો 8.5 થી વધુ પીએચ ધરાવતી એટલે કે ભાસ્મિક જમીન ઘણી જોવા મળે છે. આવી જમીનનો ભેજ  જ્જયારે ઉડી જાય છે ત્યારે તે જ કઠણ બને છે અને ખેડ કરી કરી શકતી નથી તેમજ લભ્ય પોષકતત્વોની માત્રા ઘટી જાય છે. આવી જમીનને પોચી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ) નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીન છાણિયું ખાતર, કોમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ સુધારી શકાય છે. જમીનના કુલ દ્રાવ્ય ક્ષાર 0.4 ટકાથી ઓછો હોય તો દરેક પ્રકારના પાક માટે અનુકૂળ છે. જયારે 0.4 થી 0.6% દ્રાવ્ય ક્ષારવાળી હોય તો ક્ષાર સામે અર્ધપ્રતિકારક પાકો (જુવાર, મકાઈ, ઘઉં, ડાંગર, સૂર્યમૂખી, બટાટા) વાવી શકાય છે પરંતુ 0.6 ટકાથી વધુ સારો હોય તો કપાસ, ડાંગર વગેરે વાવી શકાય છે.

પૃથક્કરણ માટેનો નમૂનો યોગ્ય રીતે લેવાય તે ઘણું જ અગત્યનું છે. જમીનમાંથી લેવામાં આવેલ નમૂનો જે તે જમીનનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. પ્રથમ ખેતરનો વિસ્તાર, જમીનનું બંધારણ, રંગ, અગાઉ લીધેલાં પાકો તથા ઉપયોગ કરેલ ખાતરો ધ્યાને લઈ ખેતરને સમાનતાનાંધોરણે અલગ-અલગ ખંડમાં વિભાજીત કરી, દરેક ખંડમાંથી એક નમૂનો તૈયાર કરવો. આ રીતે તૈયાર કરેલ જમીનનો નમૂનો કાપડ કે પોલીથીલીનની મજબૂત કોથળીમાં ભરી પૃથક્કરણ માટે મોકલવા તૈયાર કરવો. આ રીતે દરેક ખંડ માટે અલગ અલગ નમૂના તૈયાર કરવા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati