‘વાયુ’ વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા
વાયુ વાવાઝોડાના સંકટને લઈને મુખ્યપ્રધાન રૂપાણી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સીએમ રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલરૂમ ખાતે પહોંચીને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરેક જિલ્લા કલેક્ટર પાસેથી કામગીરીની માહીતી મેળવી હતી. જેમા કલેક્ટરોને પોતાના જિલ્લામાં તમામ કામગીરી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા આદેશ કર્યો હતો. આ […]
વાયુ વાવાઝોડાના સંકટને લઈને મુખ્યપ્રધાન રૂપાણી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સીએમ રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલરૂમ ખાતે પહોંચીને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરેક જિલ્લા કલેક્ટર પાસેથી કામગીરીની માહીતી મેળવી હતી. જેમા કલેક્ટરોને પોતાના જિલ્લામાં તમામ કામગીરી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા આદેશ કર્યો હતો.
સીએમ રૂપાણીએ કાચા, પાકા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવા આદેશ કર્યો હતો. સાથે જે જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવામા આવશે ત્યા સ્વૈચ્છીક સંસ્થાઓને સાથે રાખવા સૂચન કર્યું હતું. જેથી અસરગ્રસ્ત લોકોને ભોજન કે અન્ય કોઈ સમસ્યા ન નડે. આ ઉપરાંત મુખ્યપ્રધાને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા આદેશ કર્યો છે. જેમા અત્યાર સુધી કામે ન લાગેલા અધિકારીઓને પણ પાછા બોલાવીને કામે લગાવવા આદેશ કર્યો છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગરમાં સરકાર દ્વારા એક ખાસ કંટ્રોલ રૂમ બનાવી દેવાયો છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સાથે જે 11 જિલ્લાઓને વાવાઝોડાની અસર થવાની છે તેની પળેપળની માહિતી લેવાઈ રહી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ પોલીસ અને NDRFની ખડેપગે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો