અરબ સાગરમાં આવેલા વાવાઝોડાનું નામ શક્તિ કેવી રીતે પડ્યુ, જાણો શું હોય છે ચક્રવાતના નામકરણની પ્રક્રિયા- વાંચો
અરબી સમુદ્રમાં આવેલા શક્તિ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ નબળુ પડતુ જશે. આથી ગુજરાતને ખાસ કોઈ નુકસાન થવાની સંભાવના નથી દેખાઈ રહી. આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યુ છે. ત્યારે આ નામ કોણે આપ્યુ અને વાવાઝોડાના નામકરણની શું પ્રક્રિયા હોય છે. તેના વિશે જાણીએ.

અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરી હતી. અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઇ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખુબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હજુ પણ નબળું જ પડતું જશે અને દરિયામાં જ વિખેરાઇ જશે. આ સાયક્લોન ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બનીને જ આવશે. જેથી માત્ર સામાન્ય વરસાદની જ શકયતાઓ છે.આ વાવાઝોડાને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. શ્રીલંકાએ આપ્યુ ‘શક્તિ’ નામ આ નામ શ્રીલંકાએ આપ્યું હતું. નોંધનીય છે કે, આ વખતે વાવાઝોડાના નામકરણની જવાબદારી શ્રીલંકાની હતી. આ પ્રક્રિયા વિશ્વ હવામાન...
