Ahmedabad: કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રોને લઈને AMA ના જોઇન્ટ સેક્રેટરીએ આપી ચેતવણી, જાણો શું કહ્યું

Ahmedabad: ઓમિક્રૉન વેરિઅન્ટને લઇ AMA ના સેક્રેટરી ડૉ.શાહિલ શાહે (Shahil Shah) ચિંતા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ શું કહ્યું શાહિલ શાહએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:23 PM

Ahmedabad: કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રોને (Omicron variant) વિશ્વભરના દેશની ચિંતા વધારી છે. ત્યારે ઓમિક્રૉન વેરિઅન્ટને લઇ AMA (American Medical Association) ના જોઇન્ટ સેક્રેટરી ડૉ.શાહિલ શાહે (Shahil Shah) ચિંતા વ્યક્ત કરી છે. ડોક્ટર શાહિલ શાહે કહ્યું કે ઓમિક્રૉન ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ જોખમી છે. ડેલ્ટા પ્લસ કરતાં પણ વધુ ઝડપથી ઑમિક્રોન વેરિઅન્ટ ફેલાય છે. જો તકેદારી રાખવામાં નહીં આવે તો ઑમિક્રોન વધુ ઘાતક બની શકે છે.

વધુમાં શાહિલ શાહે કહ્યું કે ઑમિક્રોનને WHO એ વેરિઅન્ટ ઓફ કન્સર્ન કેટેગરીમાં જાહેર કર્યો છે. વાયરસ ગમે ત્યારે પોતાનુ સ્વરૂપ બદલી શકે છે. એટલે લોકો સાવચેત રહે તે જરૂરી છે. તો શાહિલ શાહે એમ પણ કહ્યું કે ગુજરાતમા અત્યાર સુઘીમા 4 વેરિઅન્ટ જોવા મળ્યા છે. તેથી કોરોના વાયરસ ગમે ત્યારે પોતાનુ સ્વરૂપ બદલી શકે છે. જેના કારણે સૌએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર સાઉથ આફ્રિકામાં 9 નવેમ્બર આસપાસ આ નવો વેરિએન્ટ જોવા મળ્યો હતો. ત્યાર બાદ રિસર્ચ કરીને 24 નવેમ્બરે ત્યાની સરકારે આ જાહેરાત કરી છે. તો તેને લઈને જ્યાં રોજના 200 કેસ આવતા હતા ત્યાં હવે 2400 કેસ આવવા લાગ્યા છે. જેને લઈને વિશ્વભરમાં ચિંતા વધી ગઈ છે.

 

આ પણ વાંચો: EDએ એમેઝોન અને ફ્યુચર ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યા, જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનો આપ્યો નિર્દેશ

આ પણ વાંચો: સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી પૂર્ણેશ મોદીએ સ્ટાર્ટઅપ વિશે આપ્યું આ નિવેદન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">