Coronavirus Update : સુરતના કાપડબજાર, હીરા બજાર, મોલ, ઔધોગિક એકમોમાં પ્રવેશ માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત કરાયુ

Coronavirus Update :  સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, કાપડ બજાર, હીર બજાર, મોલ, ઔદ્યોગિક એકમો માટે કડક નિયમ લગાવી દેવામાં આવ્યા છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 04, 2021 | 1:03 PM

Coronavirus Update :  સુરત શહેરમાં  કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા નિયમોમાં પણ હવે કડકાઇ આવી ગઇ છે. કાપડ બજાર, હીર બજાર, મોલ, ઔદ્યોગિક એકમો માટે કડક નિયમ લગાવી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેર નામા પ્રમાણે  કોઇ વ્યક્તિ જાહેર નામાનો ઉલ્લંઘન કરતી પકડાશે તો તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામા આવશે. સાથે જ કાપડ બજાર , હીરા બજાર, મોલ , ઔધોગિક એકમોમાં પ્રવેશ માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું રહેશે.  રસીના પ્રમાણપત્ર વગર આ તમામ જગ્યાઓ પર પ્રવેશ મળશે નહી. આપને જણાવી દઇએ કે 45 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે RTPCR અથવા રેપિડ ટેસ્ટ ફરજિયાત રહેશે. ટેસ્ટ નેગેટિવ આવશે તો જ પ્રવેશ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાના અધિકારી આ તમામ નિયમોનું પાલન થઇ રહ્યું છે કે નહી તેનું ચેકિંગ કરશે અને ચેકીગ કરતા કોઇ પણ વ્યક્તિ જાહેરનામાનો ઉલ્લંઘન કરતા પકડાશે તો  એપેડેમિક એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરાશે.

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">