AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્માંતરણ કેસ: ડોક્ટર ઝાકીર નાયક અને મૌલાના ગૌતમ ઉમર વચ્ચે કોઈ સંપર્ક? વડોદરા પોલીસે વધુ તપાસ શરુ કરી

વડોદરા એસ.ઓ.જી ને મૌલાના ગૌતમ ઉંમર તથા સલાઉદ્દીન શેખ પાસેથી ધર્માંતરણ અને વિદેશથી આવતા ફન્ડ અંગે અનેક મહત્વની વિગતો કઢાવવામાં સફળતા મળી છે.

ધર્માંતરણ કેસ: ડોક્ટર ઝાકીર નાયક અને મૌલાના ગૌતમ ઉમર વચ્ચે કોઈ સંપર્ક? વડોદરા પોલીસે વધુ તપાસ શરુ કરી
Conversion case: Any contact between Dr. Zakir Nayak and Maulana Gautam Umar? Vadodara police started further investigation
yunus.gazi
| Edited By: | Updated on: Oct 19, 2021 | 3:28 PM
Share

ધર્માંતરણ તથા આફમી હવાલાકાંડ અંગે તપાસ કરી રહેલ વડોદરા એસ.ઓ.જી એ મૌલાના ગૌતમ ઉમર તથા સલાઉદ્દીન શેખને સાત દિવસ રિમાન્ડ પર લેતાની સાથે જ તબક્કાવાર રીતે વિવિધ મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. જેમાં મુખ્યત્વે વિદેશથી ફંડ કેવી રીતે આવતું હતું અને તેનો ઉપયોગ-દુરુપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો તે અંગે સવિશેષ પૂછપરછ થઇ રહી છે. તથા આ સમગ્ર કૌભાંડની કડીઓ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

એસાઈટી સાથે સંકળાયેલા અધિકારીઓ તરફથી મળેલી વિગતો મુજબ મૌલાના ગૌતમ ઉમર તથા સલાઉદ્દીન શેખની વડોદરા ખાતે નોંધાયેલા ગુના સંદર્ભે વિધિવત રીતે ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેને અલગ અલગ રાખી જુદા જુદા અધિકારીઓની ટીમ દ્વારા પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કરવામાં આવી રહેલી તપાસ અંગે જે પુરાવાઓ સામે આવ્યા છે, હકીકતો સામે આવી છે તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે. કેટલી વ્યક્તિઓના અત્યાર સુધી નિવેદન લેવામાં આવ્યા છે તથા પુછપરછ કરવામાં આવી છે, તેવી વ્યક્તિઓને સાથે રાખી ઉલટ તપાસ પણ કરવામાં આવી રહી છે.

બે દિવસની તપાસ દરમિયાન ધર્માંતરણ અને વિદેશથી આવતા ફન્ડ અંગે અનેક મહત્વની વિગતો બંને પાસેથી કઢાવવામાં સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૌલાના ગૌતમ ઉમર પ્રથમ દિવસે તપાસમાં સહયોગ આપી રહ્યો નહોતો. પરંતુ બીજા દિવસે એસઆઇટીના અધિકારીઓએ કેટલાક મજબૂત પુરાવા અને કેટલીક એવી વ્યક્તિઓના નામો તેની સામેં મૂકી દેતા હવે મૌલાના ગૌતમ ઉમર વટાણા વેરવા લાગ્યો છે.

આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં વિદેશથી આવતી કરોડો રૂપિયાની રકમ કેવી રીતે કોના દ્વારા આવતી હતી અને તેનો કેવી રીતે ઉપયોગ થતો હતો? ફાઇનાન્સિયલ રૂટ શોધવા મથી રહેલ એસઆઇટીના અધિકારીઓ સમક્ષ મૌલાના ગૌતમ ઉંમરે કબૂલાત કરી લીધી હતી. કે તે યુકે સ્થિત અલફલાહ ટ્રસ્ટના માંધાતા અબ્દુલ્લા ફેફડાંવાલા સાથે સંપર્કમાં હતો અને 2017માં તેને જ સલાઉદ્દીન શેખની મુલાકાત અબ્દુલ્લા ફેફડાંવાલા સાથે નબીપુરમાં કરાવી હતી. અબ્દુલ્લા ફેફડાંવાલા મૂળ ભરૂચના નબીપુરના વતની છે અને હાલ યુકેમાં સ્થાયી થયેલા છે. વડોદરા એસ.ઓ.જી દ્વારા તેઓને સોમવારે એસઆઇટી સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ સોમવારે અબ્દુલ્લા ફેફડાંવાલા એસઆઇટી સમક્ષ હાજર નહીં થતાં તેઓને વધુ એક સમન્સ જારી કરવામાં આવશે .

મૌલાના ગૌતમ ઉંમરે એ પણ કબૂલાત કરી હતી કે 2019 માં તે વડોદરાના નવા યાર્ડ ખાતે રહેતા ઇન્તેખાબ આલમને ત્યાં મીટીંગ કરી હતી. આ મિટિંગમાં મૌલાના કલીમ સિદ્દીકી પણ હાજર હતા. ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા મૌલાના કલીમ સિદ્દિકીની તાજેતરમાં જ ત્યાંના ધર્માંતરણ કેસમાં ધરપકડ કરી છે.

હવે વડોદરા એસ.ઓ.જી દ્વારા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કે મૌલાના ગૌતમ ઉમર અને પ્રસિદ્ધ ઇસ્લામિક સ્કોલર્સ અને છેલ્લા કેટલાક સમયથી તેઓની સામે દાખલ થયેલા ગુના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ ડોક્ટર ઝાકીર નાયક સાથે કોઈ સંબંધ છે કે કેમ? અને આ બંન્નેની સંસ્થાઓ વચ્ચે કોઇ નાણાકીય વ્યવહાર થયા છે કે કેમ?

મૌલાના ગૌતમ ઉપર બાંગ્લાદેશ, કજાકિસ્તાન, દુબઈ, uk, દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં ફરી ચૂક્યો છે. આ સાત દેશોમાં ક્યારે ક્યારે ગયો હતો અને તેના આવ્યા પછી તેના દાવા ટ્રસ્ટમાં કેટલી રકમ જમા થઈ હતી, અથવા તો સલાઉદ્દીન શેખના ટ્રસ્ટમાં કેટલી રકમ જમા થઈ હતી, તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના ગૌતમ ઉમર અને અબ્દુલ્લા ફેફડવાલા બંગાળ અને આસામમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોની મુલાકાત લઈ ચૂક્યા છે, અને તેઓને લોજિસ્ટિક તથા ફાઇનાન્સિયલ સપોર્ટ આપ્યો હોવાના પુરાવાઓ હાથમાં લાગ્યા છે. આ અંગે પણ મૌલાના ગૌતમ ઉમરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વડોદરા એસ.ઓ.જી અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બનેલી એસઆઈટીના અધિકારીઓ દ્વારા મૌલાના ગૌતમ ઉમર અને સબાઉદ્દીન શેખની અલગ-અલગ બાબતે પૂછપરછ કરવા ઉપરાંત ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. અને આગામી દિવસોમાં ધર્માંતરણ પ્રકરણ તથા વિદેશથી આવતા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હજુ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સલામત, યાત્રાળુઓને પરત લાવવા સરકાર કાર્યરત

આ પણ વાંચો: અમદાવાદઃ અમોલ શેઠ એન્ડ કંપનીઓ દ્વારા 3 હજાર કરોડનું આંતરરાજ્ય કૌભાંડ, અમોલ શેઠને કસ્ટડીમાં ધકેલાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">