અમદાવાદઃ અમોલ શેઠ એન્ડ કંપનીઓ દ્વારા 3 હજાર કરોડનું આંતરરાજ્ય કૌભાંડ, અમોલ શેઠને કસ્ટડીમાં ધકેલાયા

અમદાવાદઃ અમોલ શેઠ એન્ડ કંપનીઓ દ્વારા 3 હજાર કરોડનું આંતરરાજ્ય કૌભાંડ, અમોલ શેઠને કસ્ટડીમાં ધકેલાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 12:39 PM

કુલ 3 હજાર કરોડના કૌભાંડની વિગતો સામે અત્યાર સુધી ફક્ત 15 કરોડની છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. જેને પગલે અમોલ શેઠ સામે હજુ પણ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે.

અનિલ સ્ટાર્ચના કૌભાંડમાં તેના પ્રમોટરની છેતરપિંડીના બીજા એક કેસમાં પણ ધરપકડ કરાઈ. જેમાં દલીલોના અંતે ગ્રામ્ય કોર્ટે કંપનીના ડિરેક્ટર સંપ્રતિ શેઠના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અમોલ શેઠ અને શિવપ્રસાદ કાબરાના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે અનિલ સ્ટાર્ચના પ્રમોટરોએ વિવિધ કંપનીઓ થકી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે.

કુલ 3 હજાર કરોડના કૌભાંડની વિગતો સામે અત્યાર સુધી ફક્ત 15 કરોડની છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે. જેને પગલે અમોલ શેઠ સામે હજુ પણ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠ સામે ગુજરાત અને દેશમાં થયેલી ફરિયાદોની વિગતો એકત્ર કરવા કવાયત શરૂ કરી છે. અમોલ શેઠ સામે અત્યાર સુધી ગુજરાતમાં જ છેતરપિંડીની 9 ફરિયાદો નોંધાઈ છે.

ચોંકાવનારી બાબત એ છે કે, અમોલ શેઠે અન્ય રાજ્યોમાંથી પણ પૈસા મેળવીને વધુ નફાની લાલચ આપીને છેતરપિંડી કરી છે. કોઈની પાસેથી રોકાણ મેળવે ત્યારે 9-10 ટકા વ્યાજ આપવાની લાલચ આપી ચેકથી જ નાણાં મેળવતો હતો. પૈસા મેળવે ત્યારે જ નક્કી કરેલા સમયગાળાનું વ્યાજ ગણી મુદ્દલ અને વ્યાજની રકમ થતી હોય તેનો ચેક આપી દેતો હતો.

આ પણ વાંચો : PM MODI 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપે તેવી શક્યતા

આ પણ વાંચો : કોર્ટ-કચેરીથી લઈને નાણાકીય કટોકટી દૂર કરશે હનુમાન ચાલીસાનો પાઠ, જાણો કેવી રીતે કરશો તેનો પાઠ

g clip-path="url(#clip0_868_265)">