ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સલામત, યાત્રાળુઓને પરત લાવવા સરકાર કાર્યરત

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 1:37 PM

ચારધામ યાત્રામાં ગુજરાતના હજારો પ્રવાસીઓ જુદા-જુદા સ્થળે અટવાયા છે. આ ફસાયેલા યાત્રાળુ અંગે ગુજરાત સરકાર ત્વરિત એક્શનમાં આવી છે. રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને યાત્રાધામ પ્રધાન પૂર્ણેશ મોદીએ ઉત્તરાખંડના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, જે બાદ ગુજરાત સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, આ ઈમરજન્સી નંબર પરથી યાત્રાળુઓના ચિંતિત સ્વજનોને તમામ માહિતી મળી રહેશે, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે ગુજરાતના પ્રવાસીઓને સલામત સ્થળોએ આશરો અપાયો છે, ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓની રહેવા, જમવાની વ્યવસ્થા કરી છે, કેટલાક રસ્તામાં ફસાયેલા યાત્રાળુઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે, ગુજરાત સરકાર તમામ યાત્રાળુઓને સહી-સલામત પરત ફરવા લાવવા કટિબદ્ધ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુસ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ છે.આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે સતત પ્રયાસ કરી રહી છે.

“ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને પરત લાવવા માટે સરકાર તાબડતોબ કાર્યવાહી કરશે” આ નિવેદન આપ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે. જીહા. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. અને તેમાં ગુજરાતના ઘણા યાત્રાળુઓ ફસાયા છે.અને ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને તમામ સુવિધાઓ આપી પરત ગૂજરાત લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">