કોંગ્રેસના અધિવેશનમાં ટીકારામ જુલીનો મુદ્દો ઉઠાવીને ખરગેએ ભાજપને કર્યો સવાલ, શું દલિતો હિન્દુ નથી?
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન રાજસ્થાન વિધાનસભાના વિરોધ પક્ષી નેતા ટીકારામ જુલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમના કેસ અંગે ભાજપની ટીકા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાન વિધાનસભાના વિપક્ષી નેતા ટીકારામ જુલીના મંદિરમાં દર્શન કર્યા બાદ ગંગાજળ છાંટવાના મુદ્દા પર ભાજપને સીધું નિશાન બનાવ્યું. અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં તેમણે આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી હતી. તેમણે આ મામલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને એવા સવાલ કર્યા કે ભાજપમાં હાહાકાર મચી ગયો.
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન દરમિયાન રાજસ્થાન વિધાનસભાના વિરોધ પક્ષી નેતા ટીકારામ જુલીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમના કેસ અંગે ભાજપની ટીકા કરી હતી. સમગ્ર ઘટના એમ છે કે, વિપક્ષના નેતા ટીકારામ જુલી અલવરમાં એક મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
ત્યારબાદ, ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજા દ્વારા મંદિરમાં ગંગાજળ છાંટવામાં આવ્યું. આ અંગે ખડગેએ કહ્યું કે, અમારા રાજસ્થાન વિધાનસભા વિપક્ષના નેતા ( LOP ) રામ નવમી પર મંદિર ગયા હતા. જ્યારે તે ભગવાનના દર્શન કરીને પાછા આવ્યા ત્યારે મંદિરમાં ગંગાજળ છાંટવામાં આવ્યું, જે ખરેખર શરમજનક વાત છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો આ કોઈ LOP સાથે થાય, તો ગામમાં રહેતા દલિતોનું શું? ખરેખરમાં દલિતો હિન્દુ નથી? મોદી સાહેબ, આ અંગે હવે વિચારો. અમિત શાહ ગૃહ મંત્રાલય છે. આ અત્યાચારો હવે બંધ કરો. તમને જણાવી દઈએ કે, ભાજપ આ મામલે જ્ઞાનદેવ આહુજા વિરુદ્ધ પહેલાથી જ કાર્યવાહી કરી ચૂકી છે. આ ઘટના બાદ જ્ઞાનદેવ આહુજાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ખડગેએ કરી EVM પર શંકા
મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી સંમેલનમાં અન્ય ઘણા મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ચૂંટણીમાં કથિત ગોટાળા અને બંધારણીય સંસ્થાઓના દુરુપયોગ અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ ટેકનોલોજી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરી રહી છે, જેનાથી વિપક્ષને નુકસાન થઈ રહ્યું છે.
આ બાબતે ખડગેએ EVM પર શંકા વ્યક્ત કરી અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની હિમાયત કરી. તેમણે કહ્યું કે, જો આવા ઘોટાડા ચાલુ રહેશે, તો કાલે ઊઠીને યુવાઓ જ કહેશે કે હવે EVM ન હોવા જોઈએ.
લોકશાહી સંસ્થાઓ પર હુમલાના આરોપો
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં ભાજપ સરકાર સતત બંધારણ પર હુમલો કરી રહી છે. સંસદથી લઈને ચૂંટણી પંચ સુધી સરકારનો વિસ્તાર થઈ રહ્યો છે. ખડગેએ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવાની ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, વકફ સુધારા બિલ પર મોડી રાત સુધી ચર્ચા થઈ, જ્યારે મણિપુર જેવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય નથી.
દેશના વિભિન્ન રાજ્યોની કે રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પેજ પર ક્લિક કરો.