ફરિયાદમાં ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ શહેરમાં તેમની આચારસંહિતા નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે.
રાજેશભાઈ લાલજીભાઇ સખીયા આચાર સહીતા ભંગનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરેલો હોવાથી જેથી રાજેશભાઇ લાલજીભાઇ સખીયા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – 1951ના કાયદાની કલમ 123 (1), આઇપીસી કલમ 171 (બી ), 131 (ઇ) મુજબ ફરીયાદ કરી છે. તેઓના જણાવ્યા મુજબ આ મામલે મામલતદાર દ્વારા તપાસ કરાઈ હતી.
આપેલા પુરાવા અને વાયરલ કરેલો વીડિયોની સીડી જોતાં રાજેશ સખીયાએ ગોંડલ 73 – વિધાનસભામાં ગોંડલ તાલુકાના કોઇ પણ ગામના સરપંચ કે આગેવાન કોંગ્રેસ પક્ષને વધુ લીડ આપશે તેને 31,00,000 રૂપિયા આપીશ તેવું જણાવેલું તેમજ આનુસંગિક કાગળો વંચાણે લેતા આ રાજેશ સખીયા (રહે.નાગડકા, તા. ગોંડલ)એ પોતાના નિવેદનમાં આ વીડિયો પોતે વાયરલ કર્યા હોવાનું જણાવેલું છે.
તે અહેવાલ મુજબ આચારસંહિતા ભંગ કરેલા હોય કાયદેસર કાર્યવાહી કરાઈ છે. તપાસમાં ખુલ્યું હતું કે, રાજેશ સખીયાએ ગોંડલના વછેરાના વાડા પાસે કૈલાસ કોમ્પલેક્ષ સામે આવેલી વિક્રમસિંહ કોમ્પલેક્ષની ઓફિસમાં આ વીડિયો ઉતાર્યો અને વાઈરલ કર્યો હતો.
(વીથ ઈનપૂટ -દેવાંગ ભોજાણી, ગોંડલ)