ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની કરી જાહેરાત
ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકાર 3 ટકાના દરે લોન આપવાની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ગુજરાત યોજના થકી નાના વેપારીઓ, વ્યવસાયીઓ, ફેરિયાઓ, રીક્ષાચાલકો વગેરે જેવા નાનાનાના કામકાજ કરીને ઘર ચલાવનારને લાભ મળશે. આ માટે માત્ર અરજી જ કરવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા […]

ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા અને અર્થતંત્ર ધમધમતું કરવા માટે રાજ્ય સરકાર 3 ટકાના દરે લોન આપવાની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ગુજરાત યોજના થકી નાના વેપારીઓ, વ્યવસાયીઓ, ફેરિયાઓ, રીક્ષાચાલકો વગેરે જેવા નાનાનાના કામકાજ કરીને ઘર ચલાવનારને લાભ મળશે. આ માટે માત્ર અરજી જ કરવાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રીય નાણમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ગુજરાત યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે.
આ પણ વાંચો: જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો