Saurashtra માં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ, જાણો શું છે કારણ ?

Saurashtra Fog : હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો હવા ઠંડી થવાને કારણે નીચે આવે છે અને તેમાં ભેજ ભળે તો ધુમ્મસ બની જાય છે.

Saurashtra માં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ, જાણો શું છે કારણ ?
Saurashtra Fog
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 16, 2021 | 9:27 PM

ગુજરાતના Saurashtra ના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે. ધુમ્મસને કારણે દૃશ્યતા નહિવત્ બની ગઈ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે, સાથે સાથે ખેતરોમાં ઊભા પાકને પણ ઘણી નુકસાની થવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો હવા ઠંડી થવાને કારણે નીચે આવે છે અને તેમાં ભેજ ભળે તો ધુમ્મસ બની જાય છે. સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું કારણ એ પવન છે જે ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે અને ત્યાં કેનાલમાં પાણી ખોલવામાં આવ્યુ છે. કેનાલમાં પાણી ખોલવાના કારણે ભેજ વધી ગયો છે અને તેના કારણે તે વિસ્તારોમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે.

અમદાવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘જો સ્થાનિક સ્તરે થોડો ભેજ મળે તો પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ સુધીની હોય છે. રાજકોટની આસપાસ ભેજ જોવા મળ્યો છે અને તેના કારણે ધુમ્મસની સ્થિતિ સર્જાઇ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તેમણે કહ્યું, ‘દિલ્હી જેવા દેશના અન્ય શહેરોમાં મોડી રાતથી સવાર સુધી ધુમ્મસ છવાયું રહે છે. ઠંડા વાતાવરણમાં હવા પાતળી થવાને કારણે નીચે આવે છે અને પાણી ભેજયુક્ત થતાં જ ધુમ્મસ થવા લાગે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">