Navsari: સરકારી અનાજની કાળાબજારી? બીલ વિનાના 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ

નવસારીથી સરકારી અનાજની કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. જ્યાં ગોડાઉનમાં સંતાડાયેલા ઘઉં અને 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:08 AM

નવસારીથી સરકારી અનાજની કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામે ખાનગી ગોડાઉનમાં બિલ વિનાના ઘઉંનો ટનબંધ જથ્થો પૂરવઠા વિભાગે સીઝ કર્યો છે. કાવડેજના ગોડાઉનમાં સંતાડાયેલા ઘઉં અને 42 ટન ઘઉં ભરેલી બે શંકાસ્પદ ટ્રક ઝડપાઈ હતી. ઘઉંનો ટનબંધ જથ્થો તપાસમાં લેવાયાની સાથે જ ગોડાઉન ખાતેથી રવાના થયેલી બે ટ્રક પૂરવઠા વિભાગે સીઝ કરી છે. એક ટ્રક વાંસદા ગોડાઉન પાસેથી, જ્યારે બીજી નેશનલ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવી છે. આ ઘટનાને પગલે ગોડાઉન માલિક દ્વારા ઘઉંની મોટાપાયે કાળાબજારી થતી હોવાની શંકા ઘેરી બની છે. પૂરવઠા મામલતદારે ટ્રકમાં ભરેલા 42 ટન ઘઉંના જથ્થા અંગે તપાસ શરૂ કરી હતી.

સમગ્ર ઘટના સામે આવી છે તેમાં મહત્વનું છે કે જાગૃત નાગરિકોને દાણ અને ખાતરની બોરીમાં ઘઉં ભર્યા હોય તેવી શંકા ગઈ હતી. અને ખાતરની બોરીમાં ભરેલા ઘણું જોઇને તેની શંકા વધુ ગાઢ બની. છેવટે તેમણે પૂરવઠા મામલતદાર તેમજ પોલીસને જાણ કરી હતી. અને તંત્રએ તપાસનો દોર શરૂ થયો હતો.

જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યાં નવસારી જિલ્લામાં અનાજના કાળાબજારની વાત સામે આવી હોય. ગરીબોને અપાતા સરકારી અનાજની કાળાબજારીની અનેક ઘટનાઓ આજ સુધી બની છે. તેમ છતાં હજુ પણ આવા ગુનાહિત કૃત્યો અને કાળાબજારી ધમધમે છે.

આ પણ વાંચો: ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ થતા ખેડૂતોમાં રોષ, 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ

આ પણ વાંચો: Aryan Khan Bail Plea Hearing: આજે હાઇકોર્ટમાં ફરી થશે સુનાવણી, જો શનિવાર સુધી આર્યન ખાનને જામીન નહીં મળે તો દિવાળી પણ કાઢવી પડશે જેલમાં

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">