મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એરક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે

|

Jan 15, 2020 | 6:23 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. રૂ.191 કરોડનું એર ક્રાફટ આવતીકાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લઈ શકશે. આ પણ વાંચોઃ ગુજસીટોક કાયદાના અમલીકરણ બાદ […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એરક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રૂ.191 કરોડની કિંમતનું એર ક્રાફ્ટ આવતીકાલથી પ્રથમ ઉડાન ભરશે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પરથી એર ક્રાફ્ટ ટ્રાયલ બેઝ પર ઉડાન ભરશે. વિવાદ ન થાય તે માટે કોઈ કાર્યક્રમમાં ઉપયોગમાં લેતા પહેલાં ટ્રાયલ બેઝ પર ઉપયોગમાં લેવાશે. રૂ.191 કરોડનું એર ક્રાફટ આવતીકાલથી રાજ્ય સરકાર ઉપયોગમાં લઈ શકશે.

આ પણ વાંચોઃ ગુજસીટોક કાયદાના અમલીકરણ બાદ પ્રથમ ગુનો અમદાવાદના મેઘાણીનગરના ખંડણીખોર સામે નોંધાયો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ગુજરાત સરકારે 20 વર્ષ બાદ નવુ એર ક્રાફ્ટ ખરીદ્યુ છે. નવું પ્લેન ખરીદવાની જરૂરીયાત હોવાથી સરકારે નવુ એરફ્રાફ્ટ ખરીદ્યુ છે. ગુજરાતની ભાજપ સરકારે આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂ.191 કરોડના નવા વિમાનની ખરીદી કરી છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, સ્વેન્કી ટુ એન્જિન બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 આવતા બે અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે. નવું વિમાન 12 મુસાફરોને લઇ જવામાં સક્ષમ છે અને તેની ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે. તે લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. વિમાન આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article