Tender Today : છોટા ઉદેપુરના પાંચ તાલુકામાં હેન્ડપંપના મરામત અને નિભાવણીની કામગીરીનું ટેન્ડર જાહેર
યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા અને ટેન્ડરમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવતા ઠેકેદારો- એજન્સી પાસેથી ભાવપત્રક મગાવાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી,સંખેડા તાલુકામાં હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે અંદાજીત 34.53 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે.
Chhota Udepur : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા છોટા ઉદેપુરના પાંચ તાલુકાના કામ માટે ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા અને ટેન્ડરમાં માગ્યા મુજબનો અનુભવ ધરાવતા ઠેકેદારો- એજન્સી પાસેથી ભાવપત્રક મગાવાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી,સંખેડા તાલુકામાં હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે અંદાજીત 34.53 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટે કામની રકમ 26.61 લાખ રુપિયા છે. તો છોટા ઉદેપુર અને પાવી જેતપુરના હયાત હેન્ડપંપના મરામત અને નિભાવણીની એક વર્ષની કામગીરી માટેની અંદાજીત રકમ 45.33 લાખ રુપિયા છે. ઓનલાઇન ઇ-ટેન્ડર પદ્ધતિ દ્વારા ભાવો મગાવવામાં આવ્યા છે. ટેન્ડર અંગેની વધુ વિગતવાર માહિતી વેબસાઇ www.nprocure.com તથા ઉપર જોવા મળશે. ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો