Gujarat Weather Forecast : આજે છોટા ઉદેપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આજે શનિવારે છોટાઉદેપુર સહિત કેટલાંક વિસ્તારોમાં અતિભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast : આજે છોટા ઉદેપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Forecast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:40 AM

Rain Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ ખાબકી રહ્યો છે. આજે શનિવારે છોટાઉદેપુર સહિત કેટલાંક વિસ્તારોમાં અતિભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભરુચ અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ સુધી સિઝનનો 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain : ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, પાટણ, પોરબંદર, રાજકોટમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જુનાગઢ, ખેડા, નર્મદા, વડોદરા અને વલસાડમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભરુચ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પંચમહાલમાં 25 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આજે સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

સિહોરમાં આવેલ ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો

નવસારીમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ કરવામાં આવી છે. તો નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 150થી વધારે રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.

તો ભારે વરસાદના 160 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે ભાવનગર જિલ્લાના સિહોરમાં ખાતે આવેલ ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">