AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય જનજાતિ આયોગના અધિકારીઓએ લીધી છોટા ઉદેપુરની મુલાકાત, વન અધિકારી કાનુન અને પેસા કાનુનની અમલવારી અંગે કર્યુ નિરીક્ષણ

Chhota Udepur: રાષ્ટ્રીય જનજાતિ આયોગના અધિકારીઓએ છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી અને વન અધિકાર કાયદો તેમજ પેસા કાયદાની અમલવારી યોગ્ય રીતે થાય છે ક નહીં તે અંગે નિરીક્ષણ કર્યુ હતુ.

રાષ્ટ્રીય જનજાતિ આયોગના અધિકારીઓએ લીધી છોટા ઉદેપુરની મુલાકાત, વન અધિકારી કાનુન અને પેસા કાનુનની અમલવારી અંગે કર્યુ નિરીક્ષણ
રાષ્ટ્રીય જન જાતિ આયોગના અધિકારીઓ સમક્ષ રજૂઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 12:01 AM
Share

જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓ વર્ષોથી પોતાના હકનો દાવો કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્ર્રીય જન જાતિ આયોગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. વન અધિકાર કાયદો અને પેસા કાયદાની યોગ્ય રીતે અમલવારી થાય છે કે નહીં તે અંગે આયોગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે આયોગના અધિકારીઓએ આદિવાસી સમાજના જે દાવા પેન્ડિંગ છે તેનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઇને ન હટાવવાનો આદેશ પણ કર્યો છે.

રાષ્ટ્રીય જનજાતિ આયોગની મુલાકાત, 3,000 લોકોએ કરી રજૂઆત

છોટા ઉદેપુર જિલ્લાના આશરે 3 હજાર લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રાષ્ટ્રીય જન જાતિ આયોગના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે. જેમાં મુખ્યત્વે સામુહિક વન અધિકાર આપવાની રજૂઆત કરાઇ છે. તથા જેમને ઓછી જમીન અપાઇ છે. તેવા કેસોની પુન:ચકાસણી કરવી તથા પેન્ડિંગ દાવાના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવી અને ગીર ફાઉન્ડેશનનો રિપોર્ટ પુરાવા સાથે રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ છે.

આ તરફ જિલ્લામા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આદિવાસી વિસ્તારના આદિવાસી બાળકોને શિક્ષણમાં પાછળ ન રહે માટે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા સાથે મોટા મોટા શિક્ષણના સંકુલ કાર્યરત કરાયા છે. રાજ્યમાં ભાજપની સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની સુવિધાઓ માટે કરોડોનુ બજેટ ફાળવે છે. છતાંય સૌથી મોટો પ્રશ્ન શિક્ષણ સંકુલમા ચાલતા ભોજનની ગુણવતાનો છે.

હજુ બે દિવસ પહેલા જ  છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું ગોઝારીયા શિક્ષણ સંકુલ હાલ વિવાદોમાં આવ્યું છે. આ સંકુલમાં મોડેલ સ્કૂલ નિવાસી શાળા સહિત 6 શાળાઓના 2300થી વધુ આદિવાસીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ શાળા સંકુલની આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી રહેવા અને જમવા પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જયંતિ રાઠવાની મુલાકાતમાં વિદ્યાર્થીઓને જાડી અને સૂકી રોટલી સાથે કાચું શાક આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarati Video: છોટાઉદેપુરના ગોઝારીયા શિક્ષણ સંકુલના રસોડામાં ગંદકીના ઢેર, વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું અપાય છે ભોજન

આટલું જ નહીં પણ રસોડામાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બાળકોને આપવામાં આવતા  બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે તેમના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. રસોડાની પાછળ જ એઠવાડ નાખવામાં આવે છે, અહીં જ ખાળકુવો પણ ઉભરાઈ રહ્યો છે, જેને કારણે દુર્ગંધનું સામ્રાજ્ય ઉભું થયું છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">