છોટાઉદેપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, ટ્રાફીકની સમસ્યાથી છુટકારો મળશે

છોટાઉદેપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર વધતા જતા ગેરકાયદેસર દબાણોને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવર અર્થે ભારે તકલીફ પડી રહી હતી

છોટાઉદેપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, ટ્રાફીકની સમસ્યાથી છુટકારો મળશે
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 6:24 PM

છોટાઉદેપુર (Chhotaudepur) શહેરમાં રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો થઈ ગયાં છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો ઉપર પર અડચણ રૂપ બન્યા છે અને તેના કારણે વારંવાર ટ્રાફિક જામ (traffic problem) થાય છે. જેને દૂર કરવાની ઝુંબેશ નગરપાલિકા (Municipality)  દ્વારા હાથ ધરવામાં આવી હતી અને શહેરના ઝંડાચોક તથા આસપાસના વિસ્તારોમાંથી 60 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતાં. જોકે તંત્રના આકરા વલણથી લારી ગલ્લા કરી રોજનું પોતાનું પેટિયું રળતા નાના વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર વધતા જતા ગેરકાયદેસર દબાણોને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવર અર્થે ભારે તકલીફ પડી રહી હતી જે અંગેની ગંભીર ફરિયાદો પ્રજા કરતી હતી. જેને ધ્યાને લઇ પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. ્ગાઉ નોટિસ ફટકારવા છતાં દૂબાણો ન હટતાં અંતે તંત્રએ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત સંખેડા શહેરમાં પણ ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરાવામાં આવ્યાં હતાં. સંખેડાના નવા ટાવરથી ભાગોળ વિસ્તારમાં વાહન વ્યવહારને નડતરરૂપ હોય એવા શેડ અને એન્ગલો દૂર ન કરનાર દબાણકારોના શેડ અને એન્ગલ ગ્રામ પંચાયત દ્વારા બે કટર લઈ માથે ઉભા રહી કપાવી નાખી હતી. દબાણકારો દ્વારા જાતે દબાણ દૂર કરવામાં ન આવતાં ગ્રામ પંચાયત આકરા પાણીએ આવીને કાર્યવાહી કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મંગળવારે સંખેડા ગ્રામ પંચાયત 75 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દૂર કર્યા હતા.આ ઉપરાંત બજારમાં અને ભાગોળ વિસ્તારમાં કેટલીક દુકાનોના એંગલ અને શેડ ત્રણ ફૂટ કરતાં વધારે લાંબા બહાર હતા.આવા એન્ગલો અને શેડ દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા સૂચના આપી હતી પરંતુ તેમ છતાંય બુધવાર સુધીમાં આવા એન્ગલો અને શેડ જે તે દુકાનદાર દ્વારા દૂર કરાયા નહતા. જેથી સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવા તલાટી હરેશભાઈ આહીર ગ્રામ પંચાયતના સભ્યો વિગેરે દ્વારા આવા નડતરરૂપ એન્ગલોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઉપરાંત એચ.એમ.પટેલ શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો દ્વારા દુકાનની બહાર 8થી 10 ફૂટ શેડ ખેંચેલા છે.આ શેડ 2 દિવસમાં દૂર કરવાની નોટિસ આપી છે.જો 2 દિવસમાં આ શેડ દૂર ન થાય તો પંચાયતએ પણ દૂર કરી દેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">