છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની, ટામેટાના ભાવ તળિયે જતાં ફેંકી દેવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કેમ કે મહામહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. ટામેટાનો ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળે તેમ નથી. જેના કારણે ખેડૂતો ટામેટાનો પાક ફેંકવા મજબૂર બન્યા છે. જેમાં ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની, ટામેટાના ભાવ તળિયે જતાં ફેંકી દેવા મજબૂર
ટામેટાના ભાવ નીચા જતા ખેડૂતો પરેશાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 5:41 PM

ગુજરાત છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કેમ કે મહામહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. ટામેટાનો ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળે તેમ નથી. જેના કારણે ખેડૂતો ટામેટાનો પાક ફેંકવા મજબૂર બન્યા છે. જેમાં ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. છોટા ઉદેપુર જિલ્લામાં મોટા પાયે ટામેટાની ખેતી કરતા ખેડૂતોને તનતોડ મહેનત બાદ પણ યોગ્ય વળતર નથી મળતું. 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોની પડતર સામે બજારમાં તે પ્રતિ કિલો ફક્ત 3 થી 4 રૂપિયામાં વેચાય છે. મોંઘાદાટ બિયારણ, ખેતમજૂરી અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ તેનું વળતર ન મળતા આ બધો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે

શાકભાજીમાં પણ MSP લાવે તેવી દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતો માગ કરી રહ્યા છે

ખેડૂતોને ખેતરમાંથી બજાર સુધી ટામેટા લઇ જવા પાછળ બોક્સ દીઠ 70 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. જેની સામે ખેડૂતોને તેનાથી પણ ઓછો ભાવ મળે છે. પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાદ કરીએ તો ખેડૂતો પાસે કાણી કોડી પણ નથી વધતી. આથી આદિવાસી ખેડૂતો વડોદરા માર્કેટ સુધી જવાનું પાણ ટાળી રહ્યા છે.તો કેટલાક ખેડૂતો ટામેટા ફેંકવા પણ મજબૂર બન્યા છે. ખેડૂતોની ચિંતાનો દાવો કરતી સરકારનું ટામેટા અને અન્ય શાકભાજીના ભાવો ઉપર કોઈ નિયંત્રણ જ નથી.ત્યારે સરકાર અન્ય પાકોની જેમ શાકભાજીમાં પણ MSP લાવે તેવી દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતો માગ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">