AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chota Udepur: છોટાઉદેપુરનો માંઝી ખુશાલ ભીમ, પાણીની અછત દૂર કરવા જાતમહેનતે ખોદી રહ્યો છે કૂવો

પતિ પત્ની સવારથી સાંજ સુધી કૂવો ખોદે છે પરંતુ હજી કૂવામાં પાણી આવ્યું નથી. આ બંનેએ 30 ફૂટ ઉંડાઇ સુધી ખોદકામ કર્યું છે. જો કે હવે ગામલોકો પણ કહી રહ્યા છે કે ભલે કૂવામાં પાણી ન આવે, પણ ચોમાસાનુંં પાણી આ કૂવામાં ભરાશે અને પાણીનો સંગ્રહ થશે.

Chota Udepur: છોટાઉદેપુરનો માંઝી ખુશાલ ભીમ, પાણીની અછત દૂર કરવા જાતમહેનતે ખોદી રહ્યો છે કૂવો
Digging well (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 9:13 AM
Share

આપણે માંઝી ધ માઉન્ટનમેનની વાત જાણીએ છીએ જેણે પત્નીને મદદ કરવા આખો પહાડ ખોદી નાંખ્યો હતો અને પાણીની અછત દૂર કરી હતી. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ આવો જ એક માંઝી છે જેનું નામ છે ખુશાલ ભીમ. ડુંગરિયાળ ગામના આ વ્યક્તિની કહાની પણ માંઝી જેવી જ છે. તો ચાલો જાણીએ છોટાઉદેપુરના માંઝી એવા ખુશાલ ભીલની કહાની કે જે પથ્થરમાંથી પાણી કાઢવા મથી રહ્યો છે.

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાનુ ડુંગરિયાળ ગામ કડૂલી મહુડી. પીવાના પાણી માટે અહીં લોકો રીતસરનો સંઘર્ષ કરે છે. ઉનાળામાં તો સ્થિતિ એટલી કપરી થઇ જાય છે કે લોકોને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે. પણ આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેનો રસ્તો નહોતો દેખાતો. પરંતુ ગામના ખુશાલ ભીમે નક્કી કર્યું કે તે પાણીની મુશ્કેલી દૂર કરીને જ રહેશે.

બસ આ જ વિચારે ગામમાં રહેતા ખુશાલ ભીલે નક્કી કર્યું કે પથરિયાળ જમીનમાંથી પણ કૂવો ખોદી કાઢવો આ માટે તેણે ગ્રામજનોની પણ મદદ માંગી જોકે ગામ લોકોએ મદદમાં જોડાવીની ના પાડી દીધી આથી, પતિ પત્ની બે ભેગા મળીને કૂવો ખોદવા લાગ્યા.

પતિ પત્ની સવારથી સાંજ સુધી કૂવો ખોદે છે પરંતુ હજી કૂવામાં પાણી આવ્યું નથી. આ બંનેએ 30 ફૂટ ઉંડાઇ સુધી ખોદકામ કર્યું છે. જો કે હવે ગામલોકો પણ કહી રહ્યા છે કે ભલે કૂવામાં પાણી ન આવે, પણ ચોમાસાનુંં પાણી આ કૂવામાં ભરાશે અને પાણીનો સંગ્રહ થશે.

વિકાસની વાત વચ્ચે  વરવી પરિસ્થિતિ

છેવાડાના ગામના વિકાસની ભલે વાતો થતી હોય, પણ સ્થિતિ એવી છે કે અંતરિયાળ ગામના લોકોને જાતે જ પોતાના વિકાસનો રસ્તો શોધવો પડી રહ્યો છે. આશા રાખીએ કે ખુશાલ ભીલ અને તેની પત્નીની મહેનત રંગ લાવે અને કૂવામાં જલ્દી જ પાણી આવે. જેનાથી ન માત્ર ખુશાલ ભીમ પરંતુ સમગ્ર ગામ ખુશખુશાલ થાય.  કૂવામાં પાણી આવશે તો ગ્રામજનોથી માંડીને ગામના ઢોર પણ પાણી માટે ટળવળશે નહીં.  તેમજ ઉનાળામાં ગામની મહિલાઓ અને બાળકોને દૂર દૂર સુધી  પાણી લેવા જવા માટે હેરાન થવું પડશે નહીં.

વિથ ઇનપુટ: મકબુલ મન્સુરી ટીવી9, છોટાઉદેપુર

g clip-path="url(#clip0_868_265)">