BJP Abhesinh viral Video : નસવાડીમાં ભાજપના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે

BJP Abhesinh viral Video : ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગ્રામજને ધારાસભ્ય અભેસિંહને સવાલ કર્યો હતો. જેનાથી ભડકી ગયેલા અભેસિંહે સવાલ ઉઠાવનાર વ્યક્તિને ત્યાથી તગેડી મુક્યો હતો

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 25, 2021 | 9:31 PM

BJP Abhesinh viral Video છોટાઉદેપુરના નસવાડીમાં ભાજપના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમા ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી મતદારનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતા દેખાય છે. નસવાડીના હરિપુરા ગામની આ ઘટના છે. અહીં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગ્રામજને ધારાસભ્ય અભેસિંહને સવાલ કર્યો હતો. જેનાથી ભડકી ગયેલા અભેસિંહે સવાલ ઉઠાવનાર વ્યક્તિને ત્યાથી તગેડી મુક્યો હતો. તેમણે કહ્યું કે, અનાજ આવ્યું છે અને તમે ખાધુ છે તો ઋણ તો ચુકવવુ જ પડે. અને મત નહીં મળે તો પણ મને કોઈ ફરક નહીં પડે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">