Chhotaudepur : સનાડા ગામ વચ્ચેથી પસાર થતો કોઝ-વે ધોવાયો, ગામલોકોને અવરજવર માટે પડી રહી છે હાલાકી

સનાડા ગામ વચ્ચેનો કોજવે તૂટી જતાં 4000ની વસ્તી ધરાવતા ગામના બે ભાગ પડી ગયા છે. હાલ ચોમાસાનો સમય હોય પગદંડી રસ્તાનો ઉપયોગ પણ ગામ લોકો કરી શકતા નથી.

Chhotaudepur : સનાડા ગામ વચ્ચેથી પસાર થતો કોઝ-વે ધોવાયો, ગામલોકોને અવરજવર માટે પડી રહી છે હાલાકી
Chhotaudepur: Causeway passing through Sanada village washed away by villagers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 7:14 AM

છોટાઉદેપુર જિલ્લાનું સનાડા ગામ કે જે ગામની વચ્ચો વચ્ચથી કોતર પસાર થાય છે. લોકોને અવર જવર કરવા માટે હાલાકી ના પડે તે માટે 10 વર્ષ પહેલા નાળુ બનાવવામાં આવ્યું હતું. જેના પરથી લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ આ બે દિવસ પહેલા પડેલ વરસાદને લઈ કોઝ-વે સદંતર રીતે ધોવાયો છે. જેના પગલે લોકોને કોઝ-વે પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.

કોઝ-વેની બંને બાજુના પિલર પરથી લોકોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે. પણ ખાસ ચિંતા ગામના લોકોને એ છે કે જો આ કોઝ-વે પરથી પાણી ઉપર થઈને વહેશે તો ગામના બે ભાગ સંપર્ક વિહોણા બનશે જ. સાથોસાથ કડૂલીયા અને ધનયા ફળિયા સહિતના બે ગામ અને મધ્યપ્રદેશના ઠામળકા ગામના લોકો પણ કોજવેથી જોડાયેલ છે તેઓને પણ આ રસ્તા પરથી અવર જવર કરવું મુશ્કેલ બનશે.

ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તાર જંગલ અને ડુંગર વિસ્તાર છે જેને લઈ જે કોતર છે તેમાં ચોમાસાનું પાણી પૂષ્કળ આવે છે જેને લઈ નાળા ઉપરથી પણ પાણી પસાર થાય છે. જેને લઈ સામે કિનારાના બેથી ત્રણ ગામના લોકો અવર જવર કરી શકતા નથી. ફોર વ્હીલ તો ઠીક પણ બાઇક પણ આ રસ્તેથી પસાર થાય તેવી સ્થિતી પણ રહી નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સનાડા ગામ વચ્ચેનો કોજવે તૂટી જતાં 4000ની વસ્તી ધરાવતા ગામના બે ભાગ પડી ગયા છે. હાલ ચોમાસાનો સમય હોય પગદંડી રસ્તાનો ઉપયોગ પણ ગામ લોકો કરી શકતા નથી. સામે કિનારે જવાનો બીજો કોઈ પાકો માર્ગ પણ ના હોય લોકો જીવનું જોખમ ખેડીને કોઝવે ઉપરથી પસાર થાય છે. કોઝવે ઉપર તંત્ર દ્વારા ભયજનક હોવાનું કોઈ બોર્ડ નથી મારવામાં આવ્યું.

તો ગામના કેટલાક લોકોનું કહેવું છે કે દિવસે તો રાહદારીને ભંગાણ થયેલ કોઝવેનો ખ્યાલ આવી જાય પણ રાત્રીના સમયે કોઈ અજાણ રાહદારી પસાર થાય તેને માટે જીવનું જોખમ રહેલ છે. કોઝવેમાં કેટલાક પડી ગયા હોવાનું પણ ગામલોકોનું કહેવું છે. ગામના લોકોના ખેતરો સામેની બાજુએ આવેલા હોય ખેડૂતોને ખેતરોમાં જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. તો કેટલાક પશુપાલકો પોતાના પશુઓને પાણીમાથી પસાર કરવા મજબૂર બન્યા છે .

ગામ લોકોને આમ તો આ લો લેવલના કોઝવેને લઈ કાયમ માટેની મુશ્કેલી હતી, હવે જ્યારે તે તૂટી જવા પામ્યો છે ત્યારે ગામ લોકો આ કોઝવે જલ્દી બને તેવી માંગ કરી રહ્યાં છે.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">