મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ, વિજાપુર હાઇવે પર કેમિકલ ભરેલા બેરલ સળગાવ્યા

મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. વિજાપુર મહેસાણા હાઇવે પર કેમિકલ ભરેલ બેરલ સળગાવાયા છે. PPCપ્લાન્ટની અંદર કેમિકલ ભરેલા બેરલ સળગાવી દેવાયા હોવાના સમાચાર છે

મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ, વિજાપુર હાઇવે પર કેમિકલ ભરેલા બેરલ સળગાવ્યા
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Apr 16, 2023 | 8:16 PM

મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. વિજાપુર મહેસાણા હાઇવે પર કેમિકલ ભરેલ બેરલ સળગાવાયા છે. PPCપ્લાન્ટની અંદર કેમિકલ ભરેલા બેરલ સળગાવી દેવાયા હોવાના સમાચાર છે. કેમિકલનો નાશ કરવા માટે કેમિકલ ભરેલા બેરલ સળગાવાયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મુખ્ય હાઇવે પર કેમિકલ સળગાવતા રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડયો છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં કેમિકલના ધુમાડાના કારણે પ્રદૂષણમાં વધારો નોંધાયો હતો. મહેસાણા સમાચાર અહીં વાંચો. 

જાણો શું સમગ્ર મામલો ?

મહેસાણાના વિજાપુર નજીક કોઈ અજાણ્યો શખ્શ કેમિકલ ભરેલ બેરલ સળગાવી ભાગી ગયો હતો. વિજાપુર નજીક હાઇવે પર કેમિકલ ભરેલ પીપળા સળગાવાયા હતા. જેને જોતા જાણે મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયા બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વિજાપુર મહેસાણા હાઇવે ઉપર પીલવાઈ નજીકની ઘટના છે કે જ્યાં ppc પ્લાન્ટ ની અંદર કેમિકલ ભરેલા પીપળા સળગાવી દેવાયા હતા. સ્થળ પરના અંદાજ મુજબ કેમિકલનો નાશ કરવા માટે કેમિકલ સળગાવાયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો : ઈથેનોલના વધુ ઉત્પાદનને કારણે પેટ્રોલ સસ્તું થશે? જાણો કેવી રીતે મોંઘવારી પર લાગી શકે છે બ્રેક

પીલવાઈ નજીક ppc પ્લાન્ટમાં પીપળા માં સળગાવવામાં આવેલું કેમિકલ કોણ અને ક્યાંથી લાવ્યું તે તપાસનો વિષય છે. મુખ્ય હાઇવે ઉપર કેમિકલ સળગાવતા કાળા ધુમાડા થી રાહદારીઓને ઊભી પરેશાની થઈ હતી. કેમિકલના ધુમાડાના કારણે પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો હતો. વિજાપુર પોલીસે પણ આ ઘટના સંદર્ભે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">