કોરોનાને કાબુમાં કરવા સુરતમાં સુપર સ્પ્રેડરનું ચેકીંગ યથાવત

સુરતમાં ભલે કોરોનાનો રિકવરી રેશિયો હાલ 90 % સુધી પહોંચી ગયો હોય, પણ કોરોનાને કાબુમાં કરવા માટે પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ માઈક્રો લેવલની કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને શહેરની અંદર સુપર સ્પ્રેડરના કારણે કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું હતું. જેને લીધે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાનું આરોગ્ય વિભાગ સુપર સ્પ્રેડરનું […]

કોરોનાને કાબુમાં કરવા સુરતમાં સુપર સ્પ્રેડરનું ચેકીંગ યથાવત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 23, 2020 | 1:24 PM

સુરતમાં ભલે કોરોનાનો રિકવરી રેશિયો હાલ 90 % સુધી પહોંચી ગયો હોય, પણ કોરોનાને કાબુમાં કરવા માટે પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ માઈક્રો લેવલની કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને શહેરની અંદર સુપર સ્પ્રેડરના કારણે કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું હતું. જેને લીધે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાનું આરોગ્ય વિભાગ સુપર સ્પ્રેડરનું ચેકીંગ કરી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે અલગ અલગ વિસ્તારમાં આવેલી અનાજ દળવાની ઘંટીઓ પર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની ગલીઓ અને દરેક સોસાયટીમાં આવેલી અનાજ દળવાની ઘંટીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અનાજ દળવા માટે આવતી હોય છે, અને તેનાથી સંક્રમણનો ખતરો રહેલો છે. જેથી આજે તેમનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા રોજેરોજ અલગ અલગ લોકોના સમૂહને ટાર્ગેટ કરીને કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા શાકભાજી વિક્રેતા, પેટ્રોલ પંપ, દૂધ વિક્રેતાઓ, કરીયાણા-દુકાન ધારકોનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને હવે આજે અનાજ દળવાની ઘંટીઓ પર તપાસ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરની સાથે સાથે સુપર વેન્યુ કે જ્યાં સૌથી વધારે લોકોની ભીડ એકત્ર થાય છે તે સ્થળોએ પર પણ પાલિકા તપાસ કામગીરી હાથ ધરશે. મંગળવાર સુધી સુરતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20,084 થઈ છે, કુલ મૃત્યુઆંક 662 થયો છે. જ્યારે અત્યારસુધી 17,949 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">