AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા: હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, બોટના ચાલક અને મેનેજરની અટકાયત

વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. આ મામલે હરણી પોલીસ મથકે FIR દાખલ થઇ છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બોટના ચાલક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

વડોદરા: હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, બોટના ચાલક અને મેનેજરની અટકાયત
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 30, 2024 | 2:42 PM
Share

વડોદરામાં હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. આ મામલે હરણી પોલીસ મથકે FIR દાખલ થઇ છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બોટના ચાલક અને મેનેજરની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

હરણી પોલીસે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધમાં બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બોટના ચાલક અને મેનેજરની સહિત 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હાલ બોટના ચાલક અને મેનેજરની અટકાયત બાદ પુછપરછ હાથ ધરાઇ છે.

મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો

  1. બીનીત કોટીયા, વડોદરા
  2. હિતેષ કોટીયા, વડોદરા
  3. ગોપાલદાસ શાહ, વડોદરા
  4. વત્સલ શાહ, વડોદરા
  5. દિપેન શાહ,વડોદરા
  6. ધર્મીલ શાહ, વડોદરા
  7. રશ્મિકાંત સી. પ્રજાપતિ, વડોદરા
  8. જતીનકુમાર હરીલાલ દોશી, વડોદરા
  9. નેહા ડી.દોશી,વડોદરા
  10. તેજલ આશિષકુમાર દોશી, વડોદરા
  11. ભીમસિંગ કુડિયારામ યાદવ, વડોદરા
  12. વૈદપ્રકાશ યાદવ, વડોદરા
  13. ધર્મીન ભટાણી, વડોદરા
  14. નુતનબેન પી.શાહ, વડોદરા
  15. વૈશાખીબેન પી.શાહ, વડોદરા
  16. મેનેજર હરણી લેકઝોન, શાંતિલાલ સોલંકી
  17. બોટ ઓપરેટર નયન ગોહિલ
  18. બોટ ઓપરેટર અંકિત

આ તમામ 18 લોકો સામે IPC 304,308,337,338,114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશભાઇ રમણભાઇ ચૌહાણે આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરક્ષા અને સુવિધાના અભાવના કારણે બની દુર્ઘટના

પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ ડુબવા અને 14 લોકોના મોત થવા મામલે અનેક ખુલાસા થયા છે. માહિતી મળી છે કે લેક્ઝોનના બોટ રાઈડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઈફ જેકેટની સુવિધા ન હતી. સુરક્ષાના સાધનો, બોટ, રિંગ, દોરડાની સુવિધાનો અભાવ હતો.

બોટિંગ ચાલુ કરાવતા પહેલા પણ કોઈ સૂચનાઓ અપાઈ ન હતી. બોટની ક્ષમતા કરતા વધારે બાળકો અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ બેસાડવામાં આવ્યા હતા. ગુનેગારોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે.

શું હતી સમગ્ર ઘટના ?

કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી શાળા સંચાલકની પણ એક બેદરકારીએ શિક્ષકો સહિત 14 બાળકોનો જીવ લઈ લીધો છે. .વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં શિક્ષકો સહિત 27 બાળકો ડૂબ્યા હતા. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">