AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં 1 જુલાઈથી મકાનો મોંઘા થશે, આખરે અચાનક કેમ ભાવ વધારો કરવો પડ્યો?

અમદાવાદમાં પોતાના ઘરનું સપનું જોતા નાગરિકો, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 1 જુલાઈથી અમદાવાદમાં મકાન ખરીદવું થોડું મોંઘું બની શકે છે.

Breaking News: અમદાવાદમાં 1 જુલાઈથી મકાનો મોંઘા થશે, આખરે અચાનક કેમ ભાવ વધારો કરવો પડ્યો?
| Updated on: Jun 17, 2026 | 5:35 PM
Share

અમદાવાદમાં ઘરનું ઘર ખરીદવાનું સપનું જોતા નાગરિકો માટે એક ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 1 જુલાઈથી અમદાવાદમાં ઘર ખરીદવું ભારે મોંઘું થવા જઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને માઠી અસર હવે અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી રહી છે.

ભાવમાં ‘તોતિંગ વધારો’ કેમ?

યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાતી સામગ્રી એટલે કે ઈમ્પોર્ટેડ મટીરિયલનો ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ખર્ચ ખૂબ વધી ગયો છે, જેના કારણે બાંધકામ માટેના કાચા માલ એટલે કે રો-મટીરિયલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

ક્રેડાઈની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રિયલ એસ્ટેટ માર્કેટના વર્તમાન પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બાંધકામ ખર્ચમાં થયેલો અસહ્ય વધારો, કાચા માલની સર્જાયેલી અછત અને મજૂરોની અછત જેવી ગંભીર સમસ્યાઓ પર મંથન કરવામાં આવ્યું હતું.

ક્રેડાઈ (CREDAI) ના 400થી વધુ ડેવલોપરની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ ક્રેડાઈ દ્વારા આગામી 1 જુલાઈથી મકાનોના ભાવમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવમાં કેટલા ટકા સુધીનો વધારો કરવામાં આવશે?

નવા નિર્ણય અનુસાર, મકાનોના ભાવમાં 5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. ચર્ચાના અંતે નિર્ણય લેવાયો છે કે, હવે મકાનોના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે.

બાંધકામમાં સૌથી મહત્વના એવા સ્ટીલ અને સિમેન્ટ સહિતના રો-મટીરિયલના ભાવમાં 30 થી 40 ટકાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. બસ આના કારણે અમદાવાદમાં હાલમાં ચાલી રહેલા તમામ બાંધકામ પ્રોજેક્ટનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે.

Breaking News : ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજો સાવધાન ! હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">