Breaking News: ચંદ્રયાન 3 ની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો કરનાર સુરતના કથિત વૈજ્ઞાનિક સામે નોંધાયો ગુનો, મિતુલ ત્રિવેદી પોતાને ગણાવતો હતો નાસાનો વૈજ્ઞાનિક
સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે. મિતુલ ત્રિવેદી પોતાને નાસાનો વૈજ્ઞાનિક ગણાવતો હતો અને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો પણ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 468,471,419,420 મુજબ ગુનો નોંધ્યો છે. મિતુલ ત્રિવેદીની પોલીસે અટકાયત પણ કરી છે.

મિતુલ ત્રિવેદી નામના એક વ્યક્તિએ ચંદ્રયાન 3 ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કર્યો હતો આ દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશ્નરનુ તેડુ આવ્યુ હતું. મિતુલ ત્રિવેદીની એક ઓડિયો ક્લિપ વરાળ થઈ હતી તેમાં તેણે જે વાત દર્શાવી હતી, જેને લઈ કેટલીક શંકાઓ શરુ થઈ હતુ. મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3 ની ડિઝાઈન તૈયાર કરી હોવાનુ ચિત્ર ઉપસાવવામાં આવ્યુ હતુ.
મિતુલ ત્રિવેદીની વાતોને લઈ મીડિયા દ્વારા સતત તેમની પાસે પુરાવાઓ માંગવામાં આવી રહ્યા હતા. પરંતુ તેઓ તેને લગતી કોઈ માહિતી મીડિયા સમક્ષ રજૂ કરતાં ન હતા. મીડિયા સહિતના લોકોને મિતુલ ત્રિવેદીએ અલગ અલગ વાતો કરી હતી. જેને લઈ આશંકાઓ સર્જાઈ હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશ્નરની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીને ડોક્યુમેન્ટ-પૂરાવાઓ સાથે હાજર થવા જણાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Surat : ગુજરાતમાં અકસ્માતમાં પ્રથમ વખત PASAની કાર્યવાહી, BRTS રુટ પર ગંભીર અકસ્માત કરનાર આરોપી જેલ હવાલે, જૂઓ Video
હવે પોલીસે આખરે આ વાતને લઈ ગુનો દાખલ કર્યો હતો. કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે IPC 468,471,419,420 મુજબ ગુનો દાખલ કરી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો