Breaking News Vadodara : ‘આત્મનિર્ભર ભારત’ ની નવી ઉડાન, વડોદરામાં પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 વિમાનનું સફળ પરીક્ષણ
Airbus C 295 : વડોદરામાં બનેલા પહેલા મેડ ઈન ઈન્ડિયા C-295 સૈન્ય પરિવહન વિમાને તેની પ્રથમ સફળ ઉડાન ભરી છે. ટાટા-એરબસ સુવિધાની આ સફળતા આત્મનિર્ભર ભારત અભિયાન અને ખાનગી ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.

ભારતના રક્ષા વિનિર્માણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને એક ઐતિહાસિક સફળતા મળી છે. ગુજરાતના વડોદરા સ્થિત ટાટા એરબેસ ફેસિલિટીમાં સંપૂર્ણ રીતે તૈયાર કરાયેલા પહેલા મેડ ઈન ઈન્ડિયા C-295 Military Transport Aircraftએ પહેલી ઉડાન સફળતા પૂર્વક ભરી છે. આ ઐતિહાસિક પરીક્ષણ ઉડાનને ભારતની Military Aviation Ambitionsના એક ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે. ભારતીય વિમાનના ઈતિહાસમાં આ પહેલી વખત છે. જ્યારે દેશના પ્રાઈવેટ સેક્ટર દ્વારા કોઈ સૈન્ય વિમાનનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.
કેમ ખાસ છે આ સફળતા?
- ટાટા એડવાન્સ સિસ્ટમ અને યુરોપીય દિગ્ગજ કંપની એરબસની આ ભાગેદારી ભારતમાં રક્ષા ઉત્પાદનનો એક નવો અધ્યાય લખી રહી છે.
- આ વિમાન ભારતીય વાયુસેનાના જૂના થઈ ચૂકેલા એવરો-748નું સ્થાન લેશે.
- 2 ટર્બોપ્રોર્પ એન્જિનથી લેસ આ વિમાન ખુબ ઉબડ-ખાબડ અને નાના રનવેથી ઉડાન ભરવા અને લેન્ડ કરવામાં સક્ષમ છે. જેનાથી પહાડી અને દૂરના સરહદી વિસ્તારોમાં સેનાને લોજિસ્ટિક્સ અને પાણી પૂરું પાડવાનું સરળ બનશે.
ડીલ હેઠળ ભારતમાં બનશે 40 વિમાન
ભારતના એરબેસની સાથે કુલ 56 C-295 વિમાનો માટે અંદાજે 21,935 કરોડ રુપિયાનો કરાર કર્યો હતો. કરાર મુજબ શરુઆતના 16 વિમાન સ્પેનથી સીધા ફ્લાઈ-અવે સ્થિતિમાં ભારતમાં લાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 40 વિમાનોનું નિર્માણ સંપૂર્ણ રીતે વડોદરાના આ ટાટા એરબેસ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે.
The first ‘Made in India’ Airbus C295 military transport aircraft has conducted its first test flight from the Final Assembly Line in Vadodara , marking a milestone for Indian aviation and defence. This maiden test flight is a crucial step in the aircraft’s post production… pic.twitter.com/nPkjpIENkD
— Airbus Defence (@AirbusDefence) June 10, 2026
વડોદરાથી ઉડાન ભરનાર આ વિમાન આ મેક ઈન ઈન્ડિયાના પ્રોજેક્ટની પહેલી શાનદાર સફળતા છે. ભારતીય વાયુસેનાએ પણ આ સફળતા માટે આખી ટીમને શુભકામના પાઠવતા કહ્યું કે, આ સફળતા એરોસ્પેસ વિસ્તારમાં ભારતની વધતી તાકાતને દેખાડે છે અને દેશની રક્ષા તૈયારીઓને એક નવી ઉંચાઈ આપશે.
