Breaking News : જેવા વિશાળ છે બજરંગબલી, એવી જ છે સાળંગપુરની આંખો ચાર કરી નાખનારી ભોજનશાળા કે જેની સામે સેવન સ્ટાર હોટલ પણ ભરશે પાણી !
ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે.
બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ થયુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ગુજરાતનું સૌથી મોટુ અને ભવ્ય ભોજનાલય સાળંગપુરમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. 7 વીઘા જમીનમાં બનેલુ આ ભોજનાલય જોઇને ભલ ભલાની આંખો અંજાઇ જશે. સાળંપુરમાં 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાની સાથે હવે આ હાઇટેક ભોજનાલાય પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ પણ વાંચો- Breaking News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના કર્યા દર્શન, પરિવાર સાથે કરી દાદાની પૂજા
આ ભોજનાલય છે ખાસ
ભોજનાલય વિશેષ એટલા માટે પણ છે કેમકે આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. આ ભોજનાલયમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. 4550 સ્કેવર ફૂટમાં અહીં રસોઇઘર બનાવવામાં આવી છે. એટલું જ નહિં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકી છે અને 79 રૂમ પણ છે.
કેમ છે આ અતિ આધુનિક ભોજનાલય ?
સાળંગપુરના ભવ્ય ભોજનાલયની વાતે કરીએ તો તેને બનાવવાની પાછળ 55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભોજનાલયમાં ઓઇલ સિસ્ટમથી રસોઇ બનાવવામાં આવશે. 8 હજાર માણસોના જમવા માટે અહીં શાક બની શકે તેવા તપેલા છે. તો 10 હજાર લોકોના જમવા માટે દાળ બની જાય તેવા કૂકર જેવા તપેલા છે. એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખીચડી માત્ર 20 મિનિટમાં જ તૈયાર થશે. તો તપેલાની અંદર ખાદ્યપદાર્થ 10 કલાક સુધી ગરમ રહેશે. બહારથી અડવાથી તપેલાનું તાપમાન ઠંડુ લાગશે પણ અંદરનું ભોજન ગરમ રહે તેવા આધુનિક વાસણ છે.
ભક્તો શું ભોજન આરોગી શકશે ?
સાળંગપુરનું 7 સ્ટાર હોટેલને પણ ટક્કર મારે એવુ આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. ભોજનાલયમાં સવારે હળવો નાસ્તો અને કઠોળ મળશે. બપોરે શાક, રોટલી, દાળ, ભાત અને મીઠો પ્રસાદ મળશે. તો સાંજે શાક, રોટલી અને કઢી, ખીચડી મળી રહેશે.આ ભોજનાલયમાં પ્રતિ વર્ષ 60 હજાર કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ થશે. તો એક લાખ કિલોથી વધુ ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવશે. 25 હજાર કિલોથી વધુ ગોળનો ઉપયોગ કરવામાં આવશે. 1 લાખ કિલોથી વધુ ચોખાનો વપરાશ થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…