Breaking News : સુરતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોતની ઘટના, 18 વર્ષ અને 45 વર્ષના યુવકોના થયા મોત
સુરતમાં નાની વયે હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે સુરતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોતની ઘટના સામે આવી છે. 18 વર્ષ અને 45 વર્ષના યુવકોના મોત થયા છે.

Surat : છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના (Heart attack) કારણે મોતના સમાચાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. યુવાન ઉંમર, સ્વસ્થ જીવનશૈલી, હંમેશા એક્ટિવ રહેવાની ટેવ હોવા છતાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં નાની વયે હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે સુરતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોતની ઘટના સામે આવી છે. 18 વર્ષ અને 45 વર્ષના યુવકોના મોત થયા છે.
આ પણ વાંચો-Gujarati Video : જામનગરમાં માછીમારો અને દરિયાઇ પટ્ટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ, જુઓ Video
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કેસ વધ્યા છે. યુવાનોમાં હાર્ટએટેકથી મોતના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સુરતમાં હાર્ટ એટેકથી મોતની બે ઘટના સામે આવી છે. 18 વર્ષ અને 45 વર્ષના યુવકોના મોત થયા છે. સુરતમાં કમલેશ નામના 18 વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયુ છે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે પછી તેને હોસ્પિટલમાં લઈ જતા સમયે તબીબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો.
45 વર્ષીય નફીજ ખાનને છાતીમાં દુખાવો થયો હતો. જે પછી તેને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. ખટોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલા જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી હતી. જયાં જાણીતા તબીબને હાર્ટ એટેક આવતા મોત થયું હતુ. હાર્ટ એટેકના નિષ્ણાંત તબીબ ગૌરવ ગાંધીનું મોત થતા તબીબી જગત સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
સામાન્ય રીતે લાંબા સમય પછી કે અચાનક વધારે પડતો શારીરિક થયો હોય કે ઊંઘ પુરી ના થઈ હોય તેવા કિસ્સામાં યુવાનોને હૃદય રોગના હુમલા આવતા હોય છે. આવામાં હૃદયની કાર્યક્ષમતા પર વધુ ભાર પડવાથી ગરબા, ક્રિકેટ કે જિમમાં યુવાનોના હાર્ટ અટેકના કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ સુરતમાં હાર્ટ અટેકથી વધુ બે લોકોના મોત થયાની ઘટના સામે આવતા લોકો અચરજમાં મૂકાઈ રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો