AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તાતીથૈયામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના કેસમાં આવ્યો ચૂકાદો, સેસન્સ કોર્ટે આરોપી દયાચંદ ઉમરાવ પટેલને સંભળાવી ફાંસીની સજા

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તાતીથૈયામાં થયેલા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો ચૂકાદો આવ્યો છે. બારડોલી સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે.

Breaking News : તાતીથૈયામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના કેસમાં આવ્યો ચૂકાદો, સેસન્સ કોર્ટે આરોપી દયાચંદ ઉમરાવ પટેલને સંભળાવી ફાંસીની સજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:42 PM
Share

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તાતીથૈયામાં થયેલા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો ચૂકાદો આવ્યો છે. બારડોલી સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે. તો અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો-Gujarati Video: સુરતમાં કેમિકલ કંપનીના ગોડાઉનમાંથી સબસિડીવાળુ યુરિયા ખાતર ઝડપાયુ, 54 ગુણી સાથે એકની ધરપકડ

સુરતમાં એક પછી એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તમામ ઘટનાના ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા હોય છે. ત્યારે બારડોલીના જોળવા ગામે થયેલી બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં બારડોલી સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અન્ય આરોપી કાલુરામ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કોર્ટે 42 જેટલા સાક્ષીઓના નિવેદન લીધા

કોર્ટે સમગ્ર કેસમાં અલગ અલગ 42 જેટલા સાક્ષીઓના નિવેદન લીધા હતા. તમામ સાક્ષીઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા. સરકારી વકીલ તરફથી પણ ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ દલીલો અને સાક્ષીઓના નિવેદનને ધ્યાને લઇને બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી છે.

જોળવા ગામે બની હતી દુષ્કર્મની ઘટના

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 2022માં આ બનાવ બન્યો હતો. જોળવા ગામમાં આરોપીઓએ 11 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરી હતી અને તેને રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. પરિવારે બાળકીને શોધી કાઢી અને તેને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ વાસનાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ તેના શ્વાસ છોડી દીધા હતા.

20 ફેબ્રુઆરી 2022ના રોજ બાળકી ઘરમાં એકલી પડતાં જ હવસખોરો તેના પર તૂટી પડ્યા હતા. પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના  રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં રહેતું એક દંપતી મિલમાં મજૂરી કામ કરી પોતાની બે બાળકીઓ સાથે જીવન ગુજરાન ચલાવતુ હતુ. 20 ફેબ્રુઆરીએ દંપતી નોકરી ઉપર ગયું હતું. જ્યારે બંને બાળકી ઘરમાં એકલી હતી. સાંજના સમયે 7 વર્ષની નાની બાળકી બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. ત્યારે ઘરમાં 11 વર્ષની મોટી બાળકીને એકલી જોતા અજાણ્યા નરાધમો રૂમ પર આવ્યા હતા.

આરોપીઓ બાળકીને આ જ બિલ્ડિંગના અન્ય એક રૂમમાં લઇ ગયા હતાં. બાળકીને કણસતી છોડી બહારથી તાળું મારી નાસી છૂટ્યા હતા. હવસખોરોએ આ માસૂમ બાળાને પીંખી નાખી હતી. તેની સાથે દુષ્કર્મ ગુજારી બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી છોડી ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં આરોપીઓ રૂમને બહારથી તાળું પણ મારી ગયા હતાં. સાંજે બાળકીના માતાપિતા ઘરે આવ્યાં ત્યારે મોટી દીકરી નજરે ન પડતા આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી.

સારવાર મળે તે પહેલા જ બાળકીની થઇ હત્યા

બિલ્ડીંગમાં જ એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને અંદર જોયુ હતુ. જ્યાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળતા તેને સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં તબીબ ન મળતા બાળકીને ત્યાંથી ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ સારવાર મળે ત્યાં સુધીમાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">