Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ, તમિલસંગમનો કરાવવાના હતા પ્રારંભ, આ કારણોથી પ્રવાસ રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે તેમના કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે હવે તેઓ ગુજરાત પ્રવાસે નહીં આવે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ, તમિલસંગમનો કરાવવાના હતા પ્રારંભ, આ કારણોથી પ્રવાસ રદ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 11, 2023 | 1:36 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. 17 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે તેમના કેટલાક વ્યસ્ત કાર્યક્રમના પગલે હવે તેઓ ગુજરાત પ્રવાસે નહીં આવે. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના હતા અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમ હવે રદ થયો છે.

આ પણ વાંચો- Gujarat Weather News : રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ, જુઓ Video

બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024

ચેન્નઈ ખાતે ગત 19મી માર્ચે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમની જાહેરાત કરી તેના લોગો, થીમ સોન્ગ અને રજીસ્ટ્રેશન પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થયાના 24 કલાકમા 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરી આ સંગમને સારો પ્રતિસાદ આપ્યો હતો.

તમિલ સંગમનો સમગ્ર કાર્યક્રમ યથાવત રહેશે

17 એપ્રિલ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં રોકાણ કર્યા બાદ રોડ શો કરવાના હતા. આ સાથે જ તેઓ ગીરસોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં ફેરબદલ થયો છે. તમિલસંગમના પ્રારંભનો કાર્યક્રમ તો યથાવત જ રહેવાનો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત રદ થઇ છે.

કાર્યક્રમ રદ થવાના બે મુખ્ય કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ થવાના મુખ્ય બે કારણ છે. એક કારણે એ છે કે 17 એપ્રિલ આસપાસનો સમય કર્ણાટકની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસો હશે. એટલે સ્વાભાવિક રીતે જ ઉમેદવારોના લિસ્ટીંગમાં ભલે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવાતો હોય, પરંતુ વડાપ્રધાન મોદી પણ તેના પર નજર રાખતા હોય છે. આ સાથે અન્ય એક કારણ એ પણ છે કે ફોરેન ડેલીગેશન સાથે વડાપ્રધાનની બેઠક યોજાવા જઇ રહી છે. જેના કારણે પણ વડાપ્રધાનનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. જો કે મંથ એન્ડ સુધીમાં જ્યારે કાર્યક્રમ સમાપનના આરે હશે ત્યારે વડાપ્રધાન આવશે તેવુ પણ માનવામાં આવી રહ્યુ છે. જો કે હાલ પુરતી તેમની ગુજરાત મુલાકાત રદ થઇ છે.

કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત 15 દિવસના આ પ્રવાસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન બાદ સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે ગુજરાતમાં લાવવામાં આવશે. આ મહેમાનો ગુજરાતમાં સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત લેશે. આ કાર્યક્રમના મુખ્ય સ્થળ સોમનાથ ખાતે 15 દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ – વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધીત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર
મહીસાગરમાં જાતિના દાખલા મુદ્દે સતત ચોથા દિવસે બાળકો ગેરહાજર
રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ
રાશનની દુકાનોમાં લાભાર્થીને લૂંટવાનો કારસો, કટકીનો વેપલો બેફામ
g clip-path="url(#clip0_868_265)">