AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા,જુઓ Video

Breaking News : અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા,જુઓ Video

| Updated on: Apr 11, 2023 | 11:18 AM
Share

Breaking News : અંકલેશ્વરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના પગલે 2 કિમિ દૂરથી કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડતા હતા.

Breaking News : અંકલેશ્વરમાં ફરી એકવાર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા હતા. પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના પગલે 2 કિમિ દૂરથી કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડતા હતા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ટેન્ડર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા છે. સવારે 10.45 વાગ્યાના અરસામાં આ આગ વિકરાળ સ્વરૂપમાં નજરે પડતી હતી જેના ઉપર કાબુ મેળવવા લસગજરો ઝઝૂમતા નજરે પડતા હતા.

આ પણ વાંચો : Ahmedabad: એક તો બહારની ગરમી અને એમાં 6 દિવસથી AC બંધ ! કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ આમને સામને આવી જવાથી માહોલ ગરમ

સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે બનતી આગની ઘટનાઓ તપાસનો વિષય

અંકલેશ્વર અને તેની આસપાસ આવેલા સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગની ઘટનાઓ બને છે. આ  ઘટનાઓ નુકસાન કરતા પર્યાવરણ માટે મુશ્કેલીઓ વધુ ઉભી કરે છે. સ્ક્રેપ માર્કેટમાં વારંવાર લગતી આગની આ ઘટનાઓ તપાસ માંગી રહી છે.

આ પણ વાંચો : Gujarati Video: નર્મદા પરિક્રમા પર TV9ના અહેવાલ બાદ સફાળુ જાગ્યુ તંત્ર, શહેરાવથી તિલકવાડા જવાના હંગામી પૂલને ખુલ્લો મુકાયો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: Apr 11, 2023 10:48 AM
g clip-path="url(#clip0_868_265)">