Breaking News : PM મોદીએ મારુતિ સુઝુકીની નવી EV કારનું કર્યુ ફ્લેગ ઓફ, કહ્યુ-100 દેશમાં દેખાશે મેડ ઇન ઈન્ડિયા કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુરમાં મારુતિ સુઝુકીના લિથિયમ-આયન બેટરી પ્લાન્ટને ખુલ્લો મુક્યો છે અને મારૂતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર ઈ-વિટારા SUVને ઝંડી બતાવી છે. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતા કહ્યુ હતુ કે આ કાર જાપાન સહિતના 100થી વધુ દેશોમાં નિકાસ થશે. આ દેશોમાં પહેલી વાર મેડ ઇન ઇન્ડિયા કાર દોડતી દેખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુરમાં મારુતિ સુઝુકીના લિથિયમ-આયન બેટરી પ્લાન્ટને ખુલ્લો મુક્યો છે અને મારૂતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર ઈ-વિટારા SUVને ઝંડી બતાવી છે. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતા કહ્યુ હતુ કે આ કાર જાપાન સહિતના 100થી વધુ દેશોમાં નિકાસ થશે. આ દેશોમાં પહેલી વાર મેડ ઇન ઇન્ડિયા કાર દોડતી દેખાશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ સાથે, આજથી હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પણ શરૂ થઈ રહ્યું છે. આ દિવસ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાને એક નવું પરિમાણ આપી રહ્યો છે. હું તમામ દેશવાસીઓ, જાપાન અને સુઝુકી કંપનીને અભિનંદન આપું છું.
13 વર્ષ પહેલા વાવી દીધા હતા ભારતની સફળતાના બીજ- PM મોદી
તેમણે કહ્યુ કે 13 કિશોરાવસ્થા શરૂ થાય છે અને કિશોરાવસ્થા એ પાંખો ફેલાવવાનો સમયગાળો છે. તે સપના ઉડવાનો સમયગાળો છે. મને ખુશી છે કે આજે મારુતિ તેની કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહી છે. ગુજરાતમાં મારુતિનો કિશોરાવસ્થામાં પ્રવેશ એટલે કે આવનારા સમયમાં મારુતિ નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધશે. સાથે જ તેમણે કહ્યુ કે ભારતની સફળતાની ગાથાના બીજ લગભગ 13 વર્ષ પહેલાં વાવ્યા હતા. 2012 માં, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે મેં હાંસલપુરમાં મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી. તે સમયે વિઝન પણ આત્મનિર્ભર ભારતનું હતું, મેક ઇન ઇન્ડિયાનું. ત્યારે આપણા પ્રયાસો આજે દેશના સંકલ્પોને પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
This is a big leap towards our goal of ‘Make in India, Make for the World’. From today, electric vehicles made in India will be exported to 100 countries. Along with this, hybrid battery electrolyte manufacturing is also starting: PM Modi #PMModi #Mehsana #Gujarat #TV9Gujarati pic.twitter.com/KVSfJl36NN
— Tv9 Gujarati (@tv9gujarati) August 26, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ભારતમાં લોકશાહીની શક્તિ છે. ભારતમાં લોકશાહીનો ફાયદો છે. આપણી પાસે કુશળ કાર્યબળનો વિશાળ સમૂહ પણ છે, તેથી તે દરેક ભાગીદાર માટે જીત-જીતની પરિસ્થિતિ બનાવે છે. આજે, સુઝુકી જાપાન ભારતમાં ઉત્પાદન કરી રહ્યું છે, અને અહીં બનેલા વાહનો જાપાનમાં પાછા નિકાસ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ભારત-જાપાન સંબંધોની મજબૂતાઈનું પ્રતીક નથી, પરંતુ ભારતમાં વૈશ્વિક વિશ્વાસનું પણ પ્રતિબિંબ છે.
તેમણે કહ્યુ કે એક તરફ, મારુતિ સુઝુકી જેવી કંપનીઓ મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. મારુતિ સતત 4 વર્ષથી ભારતની સૌથી મોટી કાર નિકાસકાર રહી છે. આજથી, EV નિકાસને સમાન સ્તરે લઈ જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે. હવે વિશ્વના ડઝનબંધ દેશોમાં ચાલતી EV પર Make in India લખેલું હશે.
મહત્વનું છે કે PM મોદી હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ છે. જે પછી હવે જાપાન સહિતના 100થી વધુ દેશોમાં આ કારની નિકાસ થશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિ.મી. દોડશે. વર્ષ 2026માં આ પ્લાન્ટમાંથી 70 હજાર કારનાં નિર્માણનો લક્ષ્યાંક છે. કારની બેટરીનો 80ટ કા ભાગ પણ ભારતમાં તૈયાર થશે. બેટરીનો ઉપયોગ EV અને હાઇબ્રિડ વાહનમાં થશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો