AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, લંડન જતા પ્લેનમાં 242 પેસેન્જર હતા સવાર

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાદની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

Breaking News : અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, લંડન જતા પ્લેનમાં 242 પેસેન્જર હતા સવાર
Ahmedabad
| Updated on: Jun 12, 2025 | 4:54 PM
Share

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના મેઘાણીનગર પાસે અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું હતું. જો કે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. પ્લેનમાં ક્રુ મેમ્બર અને પેસેન્જર સહિત 242 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેનમાં 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું છે.  પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા.

અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ થયું છે. મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં જ પ્લેન ક્રેશ થયું છે. જેમાંથી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. મળતી માહિતી સિવિલમાં સારવાર લેતા ઈજાગ્રસ્ત લોકો સ્થાનિકો હોવાનું સામે આવ્યું છે.

એર ઈન્ડીયાનું AI 171 નામનું પ્લેન ક્રેશ થયું !

પ્લેન ક્રેશની દુર્ઘટના બનાતા તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રધાને અધિકારીઓ અને ડોકટરને હાજર રહેવા માટે સુચના આપી છે. એર ઈન્ડીયાનું AI 171 નામનું પ્લેન ક્રેશ થયો છે. તેમજ ઘટના બનતા જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીન કોરિડોર બનાવવાની સૂચના આપી છે. સુરતથી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણી સવાર હોવાની શક્યતા !

લંડન જતા પ્લેનમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણી સવાર હોવાની શક્યતા છે. જોકે વિજય રુપાણીના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.  જેના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે DGP સાથે વાતચીત કરી છે.  અમિત શાહે પેરામિલિટ્રીને પણ ઘટના સ્થળે પહોંચવા માટે સૂચના આપી છે.

પ્લેન ક્રેશમાં 130 લોકો ઈજાગ્રસ્ત !

પ્રાપ્તથતી પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન ક્રેશમાં 130 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોત આંકડા હજી સુધી સામે આવ્યું નથી. ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જાનહાનિ મોટી થયાની સંભાવના છે.  પ્લેનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્લેનમાં 16 કેબીન ક્રૂ મેમ્બર, 4 કેપ્ટન ફ્લાઈટમાં સવાર હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">