AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : મોદી સરકારે, અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ 2Aને આપી મંજૂરી, રૂ. 2169 કરોડના ખર્ચે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર થશે તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે 10મી જૂનના રોજ યોજાયેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ 2A ને મંજૂરીની મહોર મારવામાં આવી છે. કોટેશ્વરથી અમદાવાદના એરપોર્ટ સુધીના આ કોરિડોરમાં કૂલ પાંચ સ્ટેશનનો સમાવેશ થશે. જેમાં એક સ્ટેશન ભૂગર્ભ હશે જ્યારે બાકીના ચાર સ્ટેશન એલિવેટેડ હશે.

Ahmedabad Breaking News : મોદી સરકારે, અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ 2Aને આપી મંજૂરી, રૂ. 2169 કરોડના ખર્ચે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર થશે તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2026 | 2:56 PM
Share

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, મંજૂર કરાયેલ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A)માં કુલ 6.032 કિમી લંબાઈનો કોરિડોર આકાર પામશે. ફેઝ 2(A) ના કાર્યરત થવા પર, અમદાવાદ-ગાંધીનગરમાં 77.63 કિમી મેટ્રો રેલ નેટવર્ક થઈ જશે. ફેઝ 2(A) કોરિડોરમાં જે પાંચ સ્ટેશન બનનારા છે તેના નામ છે, આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી નદી, સરદાર નગર અને એરપોર્ટ. આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ રૂ. 2,169.04 કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

આ તબક્કાનો ઉદ્દેશ્ય રહેણાંક અને વાણિજ્યિક હબ સહિતના મુખ્ય ઝોનને હાલના અમદાવાદ-ગાંધીનગર કોરિડોર સાથે સીમલેસ રીતે એકીકૃત કરવાનો છે. વધુમાં, વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસના વિસ્તારમાં રમતગમતની સુવિધાઓ વિકસાવવાની શક્યતા પણ છે. આ મહત્વપૂર્ણ વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડીને, તબક્કો 2 A ફક્ત કનેક્ટિવિટીમાં વધારો કરવા ઉપરાંત આર્થિક પ્રવૃત્તિ, પર્યટન ક્ષેત્રનો પણ વિકાસ કરશે અને રહેવાસીઓ અને પ્રવાસીઓ બંને માટે શહેરી ગતિશીલતાને સરળ બનાવશે.

Ahmedabads Metro Rail Project 2A Koteshwar Road to Airport corridor

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ 2 A, કોટેશ્વરથી એરપોર્ટ

મેટ્રો રેલ એક કાર્યક્ષમ વૈકલ્પિક માર્ગ પરિવહન તરીકે અને ફેઝ 2(A) એરપોર્ટ સુધી મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ થવાથી, અમદાવાદની અંદર અવારનવાર રોડ ટ્રાફિક સર્જાય છે તે સમસ્યામાં ઘટાડો થવાથી વાહનોની સરળ અવરજવર, મુસાફરીના સમયમાં ઘટાડો, એકંદર માર્ગ સલામતીમાં વધારો વગેરે થઈ શકે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2(A) સંપન્ન થયા બાદ અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં એકંદર મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થવાથી, ઇંધણની પણ બચત થશે.

મુસાફરીના સમયમાં ઘટાડો થશે. ખાસ કરીને એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી બસ ડેપો જેવા શહેરના વિવિધ ભાગોમાં ઝડપથી પહોચવા માટેનો વધુ એક પરિવહન વિકલ્પ શહેરીજનોને મળી રહેશે. એટલુ જ નહીં, અમદાવાદ-ગાંધીનગરના નાગરિકોને તેમના કાર્યસ્થળો અને વ્યવસાયિક સ્થળોએ વધુ ઝડપથી પહોંચવામાં સુગમતા રહેશે.

એક જ પિતાના જોડિયા દીકરા, પણ બન્નેની જ્ઞાતિ અલગ અલગ ! યુવરાજસિંહે ખુલ્લુ પાડ્યું કથિત સરકારી નોકરીનુ ભરતી કૌભાંડ ! જુઓ વીડિયો

Follow Us
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
g clip-path="url(#clip0_868_265)">