હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી કલાકોમાં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, તાપી, અમરેલી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, મોરબીમાં પવન સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
ગુજરાતના હવામાનમા આવેલા બદલાવ બાદ આજે બનાસકાંઠા જિલ્લાના અંબાજીના દાંતા પંથકમા બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે.તેમજ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાનીની દહેશત ઉભી થઇ છે. જેમાં અંબાજી દાંતા પંથકમાં ખેડૂતોએ ઘઉંનુ વાવેતર કરેલું હતું. ખેડૂતોને હાથમાં આવેલો પાક ઝૂંટવાઈ ગયો છે. તેમજ ઘઉંના બાંધેલા પુડા વરસાદી પાણીમાં તરબોળ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સર્વે કરાવી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ માગ કરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..