AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં, મોટા ખુલાસા થાય તેવી શક્યતા

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે ચંડોળા તળાવ પર ઘુસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત રાજસ્થાનથી કરી છે.

Breaking News : કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં, મોટા ખુલાસા થાય તેવી શક્યતા
Ahmedabad
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 02, 2025 | 2:14 PM

અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે ચંડોળા તળાવ પર ઘુસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત રાજસ્થાનથી કરી છે. પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઘુસણખોર કરાવનાર અને કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારીની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છો. આજે ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની 4 પત્નીઓ અને તેની પુત્રવધુની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પણ અનેક ખુલાસાઓ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. જેમાં અનેક બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો
પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે
પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ

દરોડામાં 9 લાખ રોકડા મળ્યા હતા

ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન પોલીસને 9.50 લાખ રોકડ મળી આવી હતી. તેમજ સોનાના દાગીના અને રુપિયા ગણવાનું મળીન પણ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા લલ્લા બિહારીની પત્નીઓ અને પુત્રવધુઓની પૂછપરછ હાથ ધરાઈ છે.જેમાં લલ્લા બિહારીના સંભવિત આશ્રયસ્થાનો વિશે પણ પૂછપરછ કરાઈ છે. જે બાદ લલ્લા રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ હોઈ શકે તે શંકાએ ત્યાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા લલ્લાના બેન્ક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરાઈ છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર લલ્લા બિહારી કાળી કમાણી કરેલા રુપિયા પહેલી પત્નીના ઘરે રાખતો હતો. ચંડોળામાં ચાલતા ગેરકાયદે કામોમાંથી કરોડો રુપિયાની કમાણી થતી હતી. આ ઉપરાંત ગેરકાયદે દુકાન-મકાનના ભાડ, દેહ વ્યાપારમાંથી પણ અઢળક કમાણી કરી અન્ય ત્રણ પત્નીના ઘરે રુપિયા રાખતો હતો.

કાળી કમાણીનો થયો પર્દાફાશ !

લલ્લાની કાળી કમાણી પર નજર કરીએ તો લલ્લા બિહાર ચંડોળામાં ગેરકાયદે રહેવા વ્યક્તિદીઠ ₹3 થી 3.50 લાખ રુપિયા વસૂલતો હતો. બોગસ આધાર કાર્ડ માટે ₹1.50 થી 2 લાખ રુપિયા વસૂલતો હતો. ચંડોળામાં ગેરકાયદે વસવાટ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવતો.ચંડોળા ફાર્મ હાઉસમાંથી લેટર પેડ અને સહી સિક્કા પણ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. ઝૂપડાંઓના માસિક ભાડા પેટે ₹5,000 રુપિયા વસૂલતો હતો. રિક્ષા અને વાહનોના પાર્કિંગના ₹20 થી 50 રુપિયા વસૂલતો હતો. ગેરકાયદે બોરના પાણી આપીને પણ દર મહિને કમાણી કરતો હતો. સૌથી મોટી કાળી કમાણી બાંગ્લાદેશી મહિલાઓના દેહવેપારના ધંધામાંથી કરતો હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે પાર્ટી પ્લોટ ભાડે આપીને પણ લાખોની કમાણી કરતો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">