AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલિસ્તાન આતંકી ધમકીનો કેસ, સાઇબર ક્રાઇમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળ્યા

સાયબર ક્રાઇમને ગાઝિયાબાદના મોદીનગરથી 3 સિમ બોક્સ અને 50 સિમ કાર્ડ મળ્યા છે. વધુ 2 વ્યક્તિની સાયબર ક્રાઇમે અટકાયત કરી છે.

Breaking News : ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલિસ્તાન આતંકી ધમકીનો કેસ, સાઇબર ક્રાઇમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળ્યા
Mihir Soni
| Edited By: | Updated on: Apr 01, 2023 | 4:23 PM
Share

અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા મેચમાં ખાલીસ્તાન આતંકી ધમકીના કેસમાં સાયબર ક્રાઇમની તપાસમાં વધુ ખુલાસા સામે આવ્યા છે. સાઇબર ક્રાઇમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમને ગાઝિયાબાદના મોદીનગરથી 3 સિમ બોક્સ અને 50 સિમ કાર્ડ મળ્યા છે. વધુ 2 વ્યક્તિની સાયબર ક્રાઇમે અટકાયત કરી છે.

આ પણ વાંચો- PBKS vs KKR IPL 2023 Live Score : કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, 3.30 કલાકે શરુ થશે મેચ

તપાસમાં મધ્યપ્રદેશના સતના ખાતેથી બે આરોપીઓ અને સિમબોક્સ કબ્જે કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ કેટલાક સિમબોક્સ ઉત્તરપ્રદેશથી સાયબર ક્રાઈમે કબ્જે કર્યા છે. ખાલીસ્તાન ગ્રુપ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ સાયબર ક્રાઇમ દ્વારા ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ કોલને જીએસએમ કોલમાં કન્વર્ટ કરતા 16 જેટલા સિમ બોક્સ કબ્જે કર્યા છે સાથે જ સિમબોક્સ સાથે ઝડપાયેલા આરોપીઓના દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના કનેક્શનનો પણ સામે આવ્યા હતા.

ઉત્તરપ્રદેશના મવાના ખાતે થી પણ ધમકી આપતા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. જેથી તેની તપાસ કરતા એક ઘરમાં રાખેલા સીમબોક્સ મળી આવ્યા છે. ઉપરાંત ઘરના બે સભ્યોની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે અટકાયતમાં લેવાયેલા બંને લોકોનું કહેવું છે કે તેમના પરિચિત દ્વારા તેમને આ સિમબોક્સ મળ્યા હતા. જે માત્ર સાચવી રાખવાના રૂપિયા તેમને મળવાના હતા. જોકે તે સાચું બોલે છે કે ખોટું એ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે દેશમાં એકતા તોડી વયમનસ્ય ફેલાય તેવુ કૃત્ય કરનાર લોકો વિરોધ સાયબર ક્રાઇમ દ્વારા આઈ.ટી એક્ટની સાથે યુએપીએ ની કલમ હેઠળ ગુનો નોંધી હજી સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે. તો અન્ય બેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને અન્ય કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે.

શું હતો સમગ્ર મામલો ?

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યાં તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયા હતા. ક્રાઇમ બ્રાંચની તપાસમાં અમેરિકન બેઝ ખાલીસ્તાની ટેરરીસ્ટ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ છે. આ આખો મેસેજ અંગ્રેજીમાં છે..આ મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલીસ્તાની ગ્રૃપના લોકોનું ષડયંત્ર હોવાનું ખુલ્યુ છે. આ મેસેજને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે.

અલગ અલગ ફેક ટ્વીટર હેન્ડલથી પાકિસ્તાનથી ધમકીઓ અપાતી હતી. આ કેસમાં અગાઉ અમદાવાદ ક્રાઈમબ્રાંચના સાયબર યુનિટે મધ્યપ્રદેશથી સતના અને રેવાથી આરોપીની ધકપકડ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">