Breaking News : છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં ખાબક્ય વરસાદ, સૌથી વધુ દાંતીવાડામાં નોંધાયો
ગુજરાતમાં વરસાદના વિરામ બાદ વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.

ગુજરાતમાં વરસાદના વિરામ બાદ વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.
સૌથી વધારે વરસાદ દાંતીવાડામાં નોંધાયો
સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ડીસામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ભાવનગરના ઉમરાળામાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના પાલીતાણામાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો 22 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભારેથી અતિભારે વરસાદના એંધાણ
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર શરુઆત થઈ છે. તે વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બંન્ને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગનું 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદના એંધાણ છે.
121 Talukas received rain in last 24 hours in Gujarat #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/PIudeEw4G2
— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2025
અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને સૌથી મોટી આગાહી લઇને કરી છે . અંબાલાલનો દાવો છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જોકે મેઘરાજાનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી રહે તેવી શક્યતા છે. 18 જુલાઇ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહીંવત હોવાનો દાવો છે. જ્યારે 26 જુલાઇથી 30 જુલાઇ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
