AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.

| Updated on: Jun 04, 2023 | 2:04 PM
Share

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.

હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદના મણિનગર(Maninagar)વિસ્તારમાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ સામાન્ય વરસાદમાં(Rain) પાણી ભરાતા લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને લઈ વિપક્ષે સત્તાધીશો પર પ્રહાર કર્યા છે.. AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનને ફેલ ગણાવ્યો.. તેમણે કહ્યું કે- AMCએ પ્રિમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ પરિસ્થિતમાં કોઈ સુધારો નથી થયો.

દર વખતે હાઈકોર્ટ ફટકાર લગાવે છે પણ કોર્પોરેશન સુધરવાનું નામ નથી લેતું.. તેમણે કહ્યું કે- કોંગ્રેસે બે દિવસ પહેલા મેયરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે પાણી ભરાય અને રસ્તા તૂટી જાય તો સંબંધિત અધિકારીઓ સામે FIR કરવામાં આવે.. લોકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત અધિકારીઓને કામ પર લગાવવામાં આવે.

દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 રહેશે તો ન્યૂનતમ તાપમાન 28 રહેશે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે અને 60% ભેજવાળુ વાતાવરણ રહેશે.

જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે

તો આજે રવિવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 27 રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">